કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

જામનગરમાં 8 વર્ષની ભાણેજને અડપલાં કર્યા બાદ કૌટુંબિક મામાએ હત્યા કરી

Text To Speech

જામનગર, 15 જાન્યુઆરી : જામનગરના સિક્કા ગામમાં 8 વર્ષની બાળકીને તેના જ કૌટુંબિક મામાએ શારીરિક અડપલાં કર્યા પછી તેનું માથું દીવાલ સાથે ભટકાડી હત્યા નિપજાવ્યાની ઘટના સામે આવી છે.

મળતી માહિતી મુજબ, મૂળ દેવભૂમિ દ્વારકાના મીઠાપુરની વતની મહિલાના બે માસ પૂર્વે છુટાછેડા થઇ જતાં પોતાની ત્રણ દીકરીઓને લઈને જામનગરના સિક્કા ગામમાં રહેતા તેના કૌટુંબિક ભાઈને ઘેર રહેવા માટે આવી ગઈ હતી અને ત્યાં ત્રણે’ય બાળકીઓ સાથે રહેતી હતી.

આ દરમિયાન 8 વર્ષની નાની બાળકી કે જેને તેનો કુટુંબી મામા હેરાન કરતો હતો. 8 વર્ષની બાળકી કપડામાં જ શૌચક્રિયા કરી લેતી હોવાથી તેને અવાર નવાર મારકુટ કરતો હતો. ત્યારબાદ તેણી સાથે શારીરિક અડપલાં પણ કરતો હતો. જે અંગે બાળકીએ માતાને ફરિયાદ કરતાં મામાને ઠપકો આપ્યો હતો, પરંતુ તેણે ઉશ્કેરાઇ જઇ માસુમ બાળકીને અને માતા બંનેને પતાવી દેવાની ધમકી આપી હતી.

દરમિયાન સિક્કા ગામમાં ભરાતી ગુજરી બજારમાં માતા ખરીદી અર્થે ગઇ હતી ત્યારે પાછળથી તેની 8 વર્ષની પુત્રીને મામાએ શારીરિક અડપલા કર્યા બાદ માર મારીને દીવાલ સાથે અને જમીનમાં માથું પછાડીને ઘાયલ કરી હતી. જેથી તેણી બેશુદ્ધ બની ગઈ હતી. માતા ઘરે આવ્યા બાદ માસુમ બાળકીને લઈને સિક્કા હોસ્પિટલે લઈ જતાં તેણી મૃત્યુ પામી હોવાનું જાહેર કર્યું હતું.

જેથી માતા અને તેની અન્ય બે પુત્રીઓએ હૈયાફાટ રૃદન કર્યું હતું અને સમગ્ર સિક્કા પોલીસ મથકમાં લઈ જવાયો હતો. જયાં ૮ વર્ષની માસમ બાળકીની હત્યા નીપજાવવા અંગે અને તેણીની સાથે શારીરીક અડપલા કરવા અંગે બાળકીની માતાની ફરિયાદના આધારે કુટુંબી મામા સામે સિક્કા પોલીસે પોકસો તેમજ હત્યા સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુના નોંધી તેની અટકાયત કરી છે.

આ પણ વાંચો :- રાજકોટમાંથી ઇતિહાસનું સૌથી વધુ રૂ.18.14 લાખનું હેરોઇન ઝડપાયું

Back to top button