ટ્રેન્ડિંગધર્મમહાકુંભ 2025

મહાકુંભમાં ત્રીજું શાહી સ્નાન ક્યારે છે? જાણો કુંભમાં કેટલા શાહી સ્નાન થશે?

Text To Speech
  • હવે મહાકુંભનું ત્રીજું શાહી સ્નાન મૌની અમાવસ્યા પર થશે. આ વર્ષે મૌની અમાવસ્યા 29 જાન્યુઆરી 2025ના રોજ છે

HD ન્યુઝ ડેસ્કઃ મહા કુંભ યુપીના પ્રયાગરાજમાં ચાલી રહ્યો છે. પોષ પૂર્ણિમા (13 જાન્યુઆરી 2025) થી તેનો પ્રારંભ થયો છે અને 26 ફેબ્રુઆરી 2025ના રોજ સમાપ્ત થશે. મહા કુંભનું પ્રથમ શાહી સ્નાન પોષ પૂર્ણિમાના રોજ થયું હતું અને બીજું શાહી સ્નાન મકર સંક્રાંતિ (14 જાન્યુઆરી 2025)ના રોજ થયું હતું. હવે મહાકુંભનું ત્રીજું શાહી સ્નાન મૌની અમાવસ્યા પર થશે. આ વર્ષે મૌની અમાવસ્યા 29 જાન્યુઆરી 2025ના રોજ છે.

મહા કુંભ 2025 શાહી સ્નાનની તારીખો

  • પોષ પૂર્ણિમા: 13 જાન્યુઆરી
  • મકરસંક્રાંતિ: 14 જાન્યુઆરી
  • મૌની અમાવસ્યા: 29 જાન્યુઆરી
  • વસંત પંચમી: 3જી ફેબ્રુઆરી
  • મહા પૂર્ણિમા: 12 ફેબ્રુઆરી
  • મહાશિવરાત્રી : 26 ફેબ્રુઆરી

મહાકુંભમાં ત્રીજું શાહી સ્નાન ક્યારે છે? જાણો કુંભમાં કેટલા શાહી સ્નાન થશે?   hum dekhenge news

મહા કુંભના ત્રીજા શાહી સ્નાન માટેનો શુભ સમય

  • બ્રહ્મ મુહૂર્ત- સવારે 05:25થી 06:18 સુધી
  • પ્રાતઃ સંધ્યા- સવારે 05:51થી 07:11 સુધી
  • વિજય મુહૂર્ત- બપોરે 02:22થી 03:05 સુધી
  • સંધિકાળ મુહૂર્ત- સાંજે 05:55 PM થી 06:22 સુધી

માઘ કૃષ્ણ અમાવસ્યા ક્યાંથી ક્યાં સુધી રહેશે?

દ્રિક પંચાંગ અનુસાર મહા કૃષ્ણ અમાવસ્યા 28 જાન્યુઆરી 2025ના રોજ સાંજે 07:35 વાગ્યે શરૂ થશે અને 29 જાન્યુઆરી 2025ના રોજ 06:05 વાગ્યા સુધી ચાલશે.

મહા કુંભમાં શાહી સ્નાનનું મહત્ત્વ

મહાકુંભમાં શાહી સ્નાનનું વિશેષ મહત્ત્વ છે. ધાર્મિક ગ્રંથો અનુસાર, મહા કુંભમાં શાહી સ્નાન કરવાથી આધ્યાત્મિક શુદ્ધિ, પાપોનું પ્રાયશ્ચિત, પુણ્ય અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. એવું માનવામાં આવે છે કે સંગમમાં ડૂબકી લગાવવાથી અનેક ગણું પુણ્ય મળે છે.

આ પણ વાંચોઃ મહિલા નાગા સાધુ શું ખાય છે અને ક્યાં રહે છે? જાણો કઠોર નિયમ

આ પણ વાંચોઃ 7 વાર UGC NET પાસ કરી, 3 સરકારી નોકરી છોડી આચાર્ય બન્યા, મહાકુંભમાં શિષ્યો સાથે પહોંચ્યા અનોખા સંત

HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ 

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

Back to top button