અવિશ્વસનીય! સપનામાં આવેલા નંબરો પસંદ કર્યા અને આ મહિલા જંગી રકમની લોટરી જીતી
અમેરિકા, ૧૫ જાન્યુઆરી, ૨૦૨૫: અમેરિકામાં એક અવિશ્વસનીય ઘટના બની હોવાનું જાણવા મળે છે. અહીં એક મહિલાએ રાત્રે તેને સ્વપ્નમાં આવેલા નંબરો બીજા દિવસે લોટરી ટિકિટ ખરીદવા માટે પસંદ કર્યા અને તેને જંગી રકમની લોટરી લાગી પણ ખરી! મેરીલેન્ડમાં એક મહિલાએ તેના સ્વપ્નમાં આવેલા નંબરો પસંદ કરીને $50,000 (આશરે ₹42.96 લાખ)ની લોટરી જીતી હોવાનું કહેવાય છે. મહિલાએ કહ્યું, “હું લોટરી રમવાનું લગભગ ભૂલી ગઈ હતી… પણ મને ખબર હતી કે મારે એ જ નંબરો પસંદ કરવાના છે જે મારા સપનામાં આવ્યા હતા.” મેરીલેન્ડ લોટરી ઓથોરિટીએ આ મહિલાને ડિસેમ્બર 2024માં વિજેતાની જાહેરાત કરી હતી.
દરેક વ્યક્તિ અમીર બનવાનું સપનું જુએ છે, તેના માટે ઘણા લોકો મહેનતથી તો અમુક લોકો લોટરીની ટિકિટ ખરીદવા જેવા શોર્ટ કટ પણ અપનાવે છે. આવી જ ટિકિટ એક મહિલાએ ખરીદી હતી, જેમાં તેને આવેલા સપનાએ તેને જીતવામાં મદદ કરી. મહિલાએ દાવો કર્યો હતો કે લોટરી નંબર તેને સ્વપ્નમાં આવ્યો હતો.
અમેરિકાના પ્રિન્સ જ્યોર્જ કાઉન્ટીના મેરીલેન્ડમાં રહેતી એક મહિલાએ $50,000 (લગભગ રૂ. 42.96 લાખ) ની લોટરી જીતવાનો દાવો કર્યો છે. મહિલાએ મેરીલેન્ડ લોટરીના અધિકારીઓને જણાવ્યું કે ડિસેમ્બરમાં તેણીને એક સ્વપ્ન આવ્યું જેમાં ચોક્કસ સંખ્યાઓની શ્રેણી વારંવાર દેખાતી હતી. આ સંખ્યા ૯-૯-૦-૦-૦ હતી. આ સ્વપ્ન પછી, તેણે ઓક્સન હિલમાં ‘ઝિપ ઇન માર્ટ’ માંથી ટિકિટ ખરીદી. મહિલાએ કહ્યું, ‘અમે થોડા મોડા પડ્યા અને હું ટિકિટ ખરીદવાનું ભૂલી ગઈ.’ પણ મને ખબર હતી કે મારે આ નંબર પર રમવું પડશે. આ આંકડા મને સ્વપ્નમાં આવ્યા.
સપનામાં આવેલા નંબરે આ પરિવારની કિસ્મત ચમકાવી નાખી હતી. 20 ડિસેમ્બરની સાંજે ડ્રોમાં તેના નંબરે તેને 42.96 લાખ રૂપિયાનું ઇનામ જીત્યું. જ્યારે મહિલાના પતિએ આ સમાચાર સાંભળ્યા ત્યારે તેને વિશ્વાસ ન થયો. તેણે કહ્યું, ‘મારી પત્નીએ મને ટિકિટ બતાવી, પણ મને લાગ્યું કે આ સાચું ન હોઈ શકે.’ પણ જ્યારે નસીબ ચમકે છે ત્યારે તમને છપ્પર ફાડીને મળે છે. સદનસીબે, અમારું નસીબ અમારા પક્ષમાં હતું.’ જોકે, આ દંપતીએ હજુ સુધી નક્કી કર્યું નથી કે તેઓ આ પૈસાનો ઉપયોગ કેવી રીતે કરશે. પરંતુ મહિલાના પતિએ કહ્યું, ‘હું તે જે ઈચ્છે તે કરીશ.’
આ પણ વાંચોઃ દેશમાં સ્ટાર્ટઅપ પોલિસીનું સફળ અમલીકરણ કરનાર પ્રથમ રાજ્ય ગુજરાત
મહાકુંભ વિશેના તમામ સમાચાર વાંચવા આ લિંક ઉપર ક્લિક કરો >>>
>>> https://www.humdekhenge.in/%e0%aa%ae%e0%aa%b9%e0%aa%be%e0%aa%95%e0%ab%81%e0%aa%82%e0%aa%ad-2025/
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD