મહિલા નાગા સાધુ શું ખાય છે અને ક્યાં રહે છે? જાણો કઠોર નિયમ

- મહિલા નાગા સાધુ 10થી 15 વર્ષ બ્રહ્મચર્ય પાળે છે, ત્યારબાદ તેમની સાધ્વી બનવાની પ્રક્રિયાની શરૂઆત થાય છે
HD ન્યુઝ ડેસ્કઃ પુરૂષ નાગા સાધુઓની જેમ સ્ત્રી નાગા સાધુઓ પણ સાંસારિક મોહ-માયાથી દૂર રહે છે. તે ગૃહસ્થ જીવનનો ત્યાગ કરે છે અને બાકીનું જીવન ભગવાનની ભક્તિમાં જ વિતાવે છે. તેમના માટે સંબંધો, મોહ-માયા, પૈસા અને મિલકત વગેરેનું કોઈ મહત્ત્વ હોતું નથી. નાગા સાધુ બનવા માટે મહિલાઓને લગભગ 10 થી 15 વર્ષ સુધી બ્રહ્મચર્યનું વ્રત પાળવું પડે છે, ત્યારબાદ સાધ્વી બનવાની પ્રક્રિયા શરૂ થાય છે. નિયમ કહે છે કે માત્ર તે જ મહિલાઓ નાગા સાધુ બની શકે છે, જેમણે પોતાનું ગૃહસ્થ જીવન પૂર્ણ કર્યું હોય અથવા ગૃહસ્થી શરૂ જ ન કરી હોય.
એટલું જ નહીં જે મહિલાઓએ કોઈ કારણસર પારિવારિક જીવન છોડી દીધું હોય તેમને નાગા સાધુ બનાવી શકાય છે. આવી મહિલાઓએ તેમના ગુરુ સમક્ષ સાબિત કરવું પડે છે કે તેમણે સ્વંયને ભગવાનને સમર્પિત કરી દીધા છે અને તેઓ ગૃહસ્થ જીવનમાં પાછા નહીં ફરે.
મહિલા નાગા સાધુઓ ક્યાં રહે છે?
સ્ત્રી નાગા સાધુઓ કોઈ ને કોઈ મોટા અખાડા સાથે સંકળાયેલી હોય છે. જોકે તેમને રહેવા માટે અલગ આશ્રમ પણ આપવામાં આવ્યો છે. તેઓ તેમના આશ્રમમાં અન્ય મહિલા સાધ્વીઓ સાથે પોતાનું જીવન જીવે છે. કુંભ મેળા દરમિયાન અખાડામાં તેમના માટે અલગ વ્યવસ્થા કરવામાં આવે છે. જ્યારે પુરૂષ નાગા સાધુ કુંભ સ્નાન કરી લે છે, ત્યારબાદ મહિલા નાગા સાધુને પવિત્ર નદીના પાણીમાં ડૂબકી લગાવીને પુણ્ય મેળવવાનું હોય છે.
મહિલા નાગા સાધુઓ શું ખાય છે?
દરરોજ મહિલાઓએ નાગા સાધુ બનવા માટે કઠોર સાધના કરવી પડે છે. તેમણે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને ભગવાન શિવનો જાપ કરવાનો હોય છે. સાંજે ભગવાન દત્તાત્રેયની પૂજા કરવાની હોય છે. આ દરમિયાન બપોરે ભોલેનાથનું સ્મરણ કરવું પણ જરૂરી છે. સ્ત્રી નાગા સાધુઓ તેમના આહારમાં માત્ર શાકાહારી વસ્તુઓ જ લઈ શકે છે, જેમાં કંદમૂળ, ફળ, ફૂલ, પાંદડા અને વનસ્પતિનો સમાવેશ થાય છે. તેઓ ચીકણું અને તળેલું ખોરાક ખાઈ શકતા નથી.
શું મહિલા નાગા સાધુઓ પણ નિર્વસ્ત્ર રહે છે?
મહિલા નાગા સાધુઓના નિર્વસ્ત્ર હોવાની વાત એક રહસ્ય બનતી હોય છે. 10થી 15 વર્ષના કઠોર બ્રહ્મચર્ય બાદ, સાંસારિક મોહમાયામાંથી મુક્તિ મળ્યા બાદ મહિલા નાગા સાધુને તે ઉપાધિ મળે છે. મહિલા નાગા સાધુઓને નિર્વસ્ત્ર રહેવાની અનુમતિ હોતી નથી. તેમણે પ્રાઈવેટ પાર્ટ્સને ઢાંકવા માટે સીવેલું ગેરુઆ કલરનું કપડું પહેરવાનું હોય છે, તેને ગંતી કહેવાય છે. આ સિવાય તેમને કોઈ વસ્ત્ર પહેરવાની અનુમતિ નથી. ઉલ્લેખનીય છે કે પુરૂષ નાગા સાધુઓએ પણ જાહેર જગ્યાઓ પર પ્રાઈવેટ પાર્ટ્સને ઢાંકવાના હોય છે.
આ પણ વાંચોઃ મહાકુંભ 2025: મેળામાં અનોખા સંતના દર્શન થયા, માથા પર ઉગાડ્યું છે ઘાસ, કપડું હટાવી રહસ્ય ખોલ્યું
આ પણ વાંચોઃ મહાકુંભ 2025/ સ્ટીવ જોબ્સના પત્ની બીમાર પડ્યા, છતાં પોવેલની સંગમ સ્નાનની ઈચ્છા અતૂટ