જમ્મુ-કાશ્મીરના બડગામ એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. જવાનો વચ્ચેની અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. જમ્મુ-કાશ્મીર પોલીસે ટ્વિટ કરીને આ જાણકારી આપી છે. પોલીસના જણાવ્યા અનુસાર સુરક્ષા દળોનું ઓપરેશન હજુ પણ ચાલુ છે. હજુ સુધી આતંકીઓની ઓળખ થઈ શકી નથી. આ પહેલા બુધવારે સવારે પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે આતંકવાદીઓની હાજરીની બાતમી મળ્યા બાદ સુરક્ષા દળોએ જિલ્લાના ખાનસાહિબ વિસ્તારમાં વોટરહોલમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
#UPDATE | Budgam encounter: All the three hiding LeT terrorists neutralised. Bodies being retrieved from the site, but identification is yet to be done. Incriminating materials, arms & ammunition recovered: ADGP Kashmir https://t.co/Nj0Mb4M64X
— ANI (@ANI) August 10, 2022
સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોએ આ આતંકીઓનો સામનો કર્યો અને જોતા જ આતંકીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ શરૂ કરી દીધું. સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. કાશ્મીરના એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (કાશ્મીર ડિવિઝન) વિજય કુમારે જણાવ્યું કે, વોન્ટેડ આતંકવાદી લતીફ રાથેર સહિત લશ્કરના ત્રણ આતંકીઓને એન્કાઉન્ટરમાં ઘેરી લેવામાં આવ્યા છે. કુમારે ટ્વીટ કર્યું કે એન્કાઉન્ટરમાં આતંકવાદી લતીફ રાથેર સહિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકીઓને ઘેરી લેવામાં આવ્યા છે. આતંકવાદીઓ લતીફ, રાહુલ ભટ અને અમરીન ભટ સહિત અનેક નાગરિકોની હત્યામાં સામેલ છે.
આ પણ વાંચો : શું કે.એલ.રાહુલ એશિયા કપમાં રમી શકશે ? Asia Cup 2022 પહેલા આપવો પડશે ફિટનેસ ટેસ્ટ
આ આતંકવાદીઓ પર કાશ્મીરી પંડિતોની હત્યા કરવાનો આરોપ
અથડામણમાં હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. જમ્મુ અને કાશ્મીરના બડગામ જિલ્લાના ચદૂરા શહેરમાં 12 મેના રોજ તહસીલ ઓફિસની અંદર આતંકવાદીઓએ રાહુલ ભટની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. તેમને શરણાર્થીઓ માટેના વિશેષ રોજગાર પેકેજ હેઠળ ‘કારકુની’ની નોકરી મળી. થોડા દિવસો પછી, લશ્કરના આતંકવાદીઓએ ટીવી કલાકાર અમરીન ભટને બડગામ જિલ્લાના ચદૂરામાં તેમના ઘરે ગોળી મારીને હત્યા કરી દીધી.