ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

Indian Army Day 2025: આર્મી ડે પર પીએમ મોદીએ સેનાને નમન કર્યું, અડગ સાહસ અને સમર્પણને બિરદાવ્યું

Text To Speech

નવી દિલ્હી, 15 જાન્યુઆરી 2025: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે સેના દિવસ અવસર પર ભારતીય સેનાના અદ્વિતિય સાહસ અને સમર્પણને બિરદાવી હતી. તેમણે પોતાની પોસ્ટમાં કહ્યું કે, ભારતીય સેના દેશની સુરક્ષા પ્રત્યે પોતાના અડગ સાહસ અને સમર્પણ સાથે ઊભી છે, જે દરરોજ કરોડો ભારતીયોને સુરક્ષા પુરી પાડે છે. પ્રધાનમંત્રીએ આ દિવસે ભારતીય સેનાના બલિદાનને યાદ કરતા તેમના યોગદાનને સન્માનિત કર્યું.

પીએમ મોદીએ એવું પણ કહ્યું કે, તેમની સરકાર સશસ્ત્ર દળ અને તેમના પરિવારોના કલ્યાણા માટે કટિબદ્ધ છે. તેમણે સરકાર તરફથી કરવામાં આવેલા સુધારા અને આધુનિકીકરણની દિશાની વાત કરતા એવું પણ જણાવ્યું કે, આ પ્રક્રિયા ફ્યૂચરમાં પણ ચાલું રહેશે. પ્રધાનમંત્રીએ ભારતીય સેનાને ન ફક્ત સરહદની સુરક્ષાના પ્રતીક તરીકે પણ પ્રાકૃતિક આપદાઓના સમયે માનવીય મદદમાં પણ એક કીર્તિમાન સ્થાપિત કરનારી સંસ્થા તરીકે પણ વખાણી.

શું છે સેના દિવસનું ઐતિહાસિક મહત્વ

15 જાન્યુઆરીએ ભારતીય સેના દિવસ તરીકે મનાવવાનું ઐતિહાસિક કારણ પણ છે. 1949માં આજના જ દિવસે ભારતના છેલ્લા બ્રિટિશ કમાંડર ઈન ચીફ જનરલ ફ્રાંસિસ બુચરની જગ્યા પર લેફ્ટિનેંટ જનરલના એમ કરિયપ્પા ભારતીય સેનાના કમાંડર ઈન ચીફ બન્યા હતા. બાદમાં કરિયપ્પાને ફીલ્ડ માર્શલનો દરજ્જો આપ્યો અને ત્યારથી દર વર્ષે 15 જાન્યુઆરીના રોજ આ દિવસ ભારતીય સેનાના સાહસ અને બલિદાનના પ્રતીક તરીકે મનાવવામાં આવે છે.

પીએમ મોદીએ સેનાની વીરતાને બિરદાવી

પીએમ મોદીએ સેનાની વીરતાને પણ બિરદાવી હતી. પ્રોફેશનલ અંદાજ અને સમર્પણનું પ્રતીક ગણાવ્યું. ભારતીય સેનાની ભૂમિકા ન ફક્ત યુદ્ધના મેદાન સુધી મર્યાદિત છે, પણ પ્રાકૃતિક આપદાઓમાં પણ સેનાએ માનવતાની સેવામાં અદ્વિતીય કામ કર્યું છે. આ બધું ભારતીય સેનાની બહાદૂરી અને રાષ્ટ્ર પ્રત્યે તેમની કટિબદ્ધતાનું પ્રતીક છે. જેને આપણે દર વર્ષે સેના દિવસ તરીકે સન્માનિત કરીએ છીએ.

આ પણ વાંચો: ટાટા ગ્રુપની દરિયાદિલી: એર ઈંડિયાની ફ્લાઈટમાં અડધી કિંમતે ટિકિટ મળશે, બસ આ શરત લાગૂ પડશે

Back to top button