મહાકુંભ 2025: મેળામાં અનોખા સંતના દર્શન થયા, માથા પર ઉગાડ્યું છે ઘાસ, કપડું હટાવી રહસ્ય ખોલ્યું


પ્રયાગરાજ, 15 જાન્યુઆરી 2025: પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં કેટલાય સાધુ સંતો આવ્યા છે. જેને જોવા માટે લાખોની સંખ્યામાં ભક્તોની લાઈનો લાગી રહી છે. નાગા સાધુથી લઈને કેટલાય એવા અખાડાના બાબા આ મહાકુંભમાં આવ્યા છે, જેમના આશીર્વાદ લઈને શ્રદ્ધાળુઓ ધન્ય થઈ રહ્યા છે. અનાજ બાબા પણ આ મહાકુંભમાં આવ્યા છે. જેમણે લોકોનું ખૂબ જ ધ્યાન ખેંચ્યું છે.
જો કે, તેમના માથા પર ઉગેલું લીલું ઘાસ જોઈ કેટલાય લોકોને મનમાં સવાલો થઈ રહ્યા છે. અમુક યુટ્યૂબર્સે તો તેમના વીડિયો બનાવતા તેમના માથઆ પર ઉપરથી કપડું હટાવાની વાત કરી હતી. પણ તેનાથી બાબા ગુસ્સે થઈ ગયા અને કપડા હટાવવાની ના પાડી દીધી. જો કે, હવે તેમનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ પોતાની ઈચ્છાથી માથા પરથી કપડું હટાવતા દેખાઈ રહ્યા છે.
View this post on Instagram
તાજેતરમાં વાયરલ વીડિયોમાં એક યૂટ્યૂબરે બાબા પાસે માગ કરી હતી કે તેઓ પોતાના માથેથી કપડું હટાવે. જેના પર બાબા ગુસ્સે થઈ ગયા હતા અને ત્યાંથી જવાની ધમકી આપી દીધી હતી. હકીકતમાં જોઈએ તો, શખ્સ સવાર સવારમાં બાબા પાસે પહોંચીને તેમને 5 રુપિયાની ચા પીવડાવી વ્યૂઝ વધારવા માગતો હતો. પણ બાબાએ આવું કરવાની ના પાડી દીધી.
આ ક્લિપ વાયરલ થયા બાદ લોકોએ પણ મહાકુંભમાં સાધુ સંતોને હેરાન કરનારા શખ્સને ટ્રોલ કરવાનું શરુ કરી દીધું હતું. પણ બાબાએ ખુદના આ રહસ્ય પરથી પર્દાફાશ કરતા તેમના માથે સાચે જ લીલું ઘાસ ઉગેલું છે તે બતાવી દીધું હતું.
બાબાએ માથા પર ઉગાડેલું ઘાસ બતાવ્યું
આ વીડિયોમાં બાબા પોતાના માથા પરથી કપડું હટાવીને ઘાસ ઉગેલું બતાવતા દેખાઈ રહ્યા છે. આ ક્લિપમાં તેમના વાળની અંદરથી ઘાસના મૂળ જોઈ શકાય છે. જે તેમના માથઆ પર લીલું ઘાસ બહાર નીકળતું જોઈ શકાય છે. જો કે પોતાના માથાની હકીકત તેમણે 30 ડિસેમ્બરે જ બતાવી દીધી હતી. પણ હવે આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો: 7 વાર UGC NET પાસ કરી, 3 સરકારી નોકરી છોડી આચાર્ય બન્યા, મહાકુંભમાં શિષ્યો સાથે પહોંચ્યા અનોખા સંત