સુરતમાં નાના બાળકોના વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો બન્યો


- અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં બાળક પડી જતાં લોકો દોડી આવ્યા
- બાળકને મૃત જાહેર કરતાં પરિવાર આભ તૂટી પડ્યું હતું
- બાળકના પરિવારે ઉઘના રેલવે તંત્ર સામે બેદકારીનો આરોપ લગાવ્યો
સુરતમાં નાના બાળકોના વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો બન્યો છે. સુરતના ઉઘના રેલવે સ્ટેશન પર એક બાંધકામની સાઇટ પર અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં બાળક પડી જતાં લોકો દોડી આવ્યા હતા.
બાળકને મૃત જાહેર કરતાં પરિવાર આભ તૂટી પડ્યું હતું
બાળકને 108 એમ્બુલન્સને જાણ કરી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બાળકને મૃત જાહેર કરતાં પરિવાર આભ તૂટી પડ્યું હતું. પોલીસે આ અંગે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉઘના રહેલ્વે સ્ટેશન પર એક બાંધકામની સાઇટનું કામ ચાલી રહ્યું હતું. જ્યાં શ્રમિક પરિવારના બાળકનું રમી રહ્યું હતું. આ દરમિયાન રમતાં રમતાં સાઇટ પર આવેલી અંડરગ્રાઉન્ડ પાણીની ટેન્કમાં બાળક પડી જતાં ડૂબવા લાગ્યું હતું. આ અંગે આસપાસ લોકોને જાણ થતાં બાળકને બહાર કાઢ્યું હતું અને ત્યારબાદ 108 એમ્બુલન્સને જાણ કરી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું. જ્યાં હાજર ડોક્ટરોની ટીમે મૃત જાહેર કર્યો હતો.
બાળકના પરિવારે ઉઘના રેલવે તંત્ર સામે બેદકારીનો આરોપ લગાવ્યો
બાળકના પરિવારે ઉઘના રેલવે તંત્ર સામે બેદકારીનો આરોપ લગાવ્યો છે. આ અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીની આસઆસ પ્રોટેક્શન વોલ બનાવેલી ન હતી. જેથી બાળક રમતાં રમતાં ત્યાં પહોંચી ગયું હતું. રેલવે તંત્રની બેદરકારીના લીધે અંડરગ્રાઉન્ડ ટાંકી ઉઘાડી હોવાથી બાળક ટાંકીમાં ખાબકી જતાં મોત નિપજ્યું હોવાનો પરિવારે આક્ષેપ કર્યો હતો.
આ પણ વાંચો: અમદાવાદ: શહેરની GIDCમાં દારૂનું ગોડાઉન ઝડપાતા PI સસ્પેન્ડ