ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમહાકુંભ 2025

7 વાર UGC NET પાસ કરી, 3 સરકારી નોકરી છોડી આચાર્ય બન્યા, મહાકુંભમાં શિષ્યો સાથે પહોંચ્યા અનોખા સંત

Text To Speech

પ્રયાગરાજ, 15 જાન્યુઆરી 2025: બિહારના મિથિલા વિસ્તારના રુપેશ કુમાર ઝા, હાલમાં મહાકુંભ મેળા 2025માં પોતાના શિષ્યો સાથે આવ્યા છે. તેમની કહાનીથી સૌ કોઈ પ્રેરણા લઈ રહ્યા છે. તેમણે UGC NET પરીક્ષા સાત વાર પાસ કરી અને JRF પણ બે વાર ક્વાલિફાઈ કર્યું છે. ત્યાર બાદ તેમણે ત્રણ સરકારી નોકરી છોડીને આચાર્ય બનવાનો નિર્ણય લીધો.

રુપેશ હવે મધુબની જિલ્લાના સરસ ઉપાહી ગામમાં લક્ષ્મીપતિ ગુરુકુળ ચલાવે છે. જ્યાં લગભગ 125 બાળકોને સંસ્કૃતનો અભ્યાસ કરાવી રહ્યા છે. તેમનું સપનું છે કે બિહારમાં 108 ગુરુકુળ ખોલે અને સનાતમ ધર્મને આગળ વધારે.

દિલ્હી યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો, બાદમાં ગુરુકુળનો રસ્તો પસંદ કર્યો

આચાર્ય રુપેશ કુમારે પોતાનું ગ્રેજ્યુએશનનો અભ્યાસ દિલ્હી યુનિવર્સિટીના કિરોરી મલ કોલેજમાંથી કર્યો. ત્યાર બાદ તેમણે બ્રહ્મચર્ય આશ્રમના ગુરુકુળમાં શિક્ષણ લીધું.

રુપેશ કુમારનું કહેવું છે કે તે ફક્ત સરકારી નોકરી પાછળ નથી ભાગતા. મેં ત્રણ વાર સરકારી નોકરી લીધી, પણ મને લાગ્યું કે અસલી જ્ઞાન તો સનાતન ધર્મ અને સંસ્કૃતમાં છે. એટલા માટે મેં બધું છોડીને હવે ગુરુકુળ ખોલવાનો નિર્ણય લીધો.

તેઓ બાળકોને સંસ્કૃત ભણાવવા લાગ્યા અને તેમનું કહેવું છે કે, હવે કેટલાય બાળકો ઈંગ્લિશ મીડિયમની સ્કૂલ છોડીને તેમના ગુરુકુળમાં એડમિશન લઈ રહ્યા છે.

મહાકુંભમાં શિષ્યો સાથએ આવ્યા આચાર્ય રુપેશ

રુપેશ કુમાર ઝઆ આ વર્ષે મહાકુંભ મેળા 2025માં પોતાના ગુરુકુળના બાળકો સાથએ સ્નાન કરવા પહોંચ્યા છે. આ મેળો 13 જાન્યુઆરીથી શરુ થયો છે અને 26 ફેબ્રુઆરી સાથે પ્રયાગરાજમાં ચાલશે.

આ પણ વાંચો: મહાકુંભ 2025/ અદા શર્મા પોતાની આગવી અદા દેખાડશે, રજૂ કરશે શિવ તાંડવ સ્તોત્રમ

Back to top button