ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

1000 પોલીસકર્મી સીડી લગાવીને ઘુસ્યા, આ દેશના રાષ્ટ્ર પ્રમુખની વહેલી સવારે ધરપકડ થઈ

Text To Speech

સીઓલ, 15 જાન્યુઆરી, 2025 (South Korea Political Crisis): સાઉથ કોરિયામાં મહાભિયોગ બાદ રાષ્ટ્ર પ્રમુખ યૂન સુક યોલની ધરપકડ થઈ ગઈ છે. પોલીસે 15 જાન્યુઆરીએ બુધવારે સવારે તેમને રાષ્ટ્ર પ્રમુખની ભવનમાંથી ધરપકડ કરી છે. ભ્રષ્ટાચાર તપાસ કાર્યાલે જણાવ્યું છે કે, યૂનને સ્થાનિક સમય અનુસાર, સવારે લગભગ 10.30 મિનિટ પર ધરપકડ કર્યા છે. આ અગાઉ 3 જાન્યુઆરીના રોજ ધરપકડ કરવા પહોંચેલી ટીમ પાછી આવી હતી, પણ આ વખતે મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ સાથે ટીમ પ્રમુખ આવાસમાં ઘુસવામાં સફળ રહી અને માર્શલ લોની ઘોષણાના એક મહિના બાદ પ્રમુખ યૂ સુક યોલની ધરપકડ કરી છે.

કેટલાય મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર, સવારે લગભગ 4.30 કલાકે જ ઓફિસર્સ રાષ્ટ્રપતિ આવાસ બહાર પહોંચવા લાગ્યા હતા. આ દરમ્યાન મોટી સંખ્યામાં યૂન સમર્થક અને વિરોધીઓ પણ એકઠા થઈ ગયા હતા. જો કે પ્રેસિડેન્ટ હાઉસ બહાર સુરક્ષાને જોતા પોલીસ વ્યવસ્થા ચૂસ્ત હતી. લગભગ 1000 પોલીસકર્મી પ્રમુખ આવાસમાં અલગ અલગ રસ્તે સીડીઓ લગાવીને અંદર ઘુસ્યા અને પ્રમુખની ધરપકડ કરી હતી.

યૂનને હાલના વોરન્ટ અંતર્ગત 48 કલાક સુધી ધરપકડમાં રાખી શકાય છે. તપાસકર્તાઓએ તેમની અટકાયત વધારવા માટે નવું વોરન્ટ લેવા માટે અરજી કરી દીધી છે. રિપોર્ટ અનુસાર, વિધાનસભાએ વિપક્ષી પાર્ટીના 14 ડિસેમ્બરે તેમના પર વિદ્રોહનો આરોપ લગાવતા મહાભિયોગ ચલાવ્યા બાદ યૂનને પ્રમુખ પદેથી હટાવી દીધા હતા.

શું છે સમગ્ર મામલો

અહીં ઉલ્લેખનીય છે કે યૂન સુક યોલ દેશમાં 3 ડિસેમ્બરની રાતે અચાનક માર્શલ લો લગાવવાથી ટાર્ગેટ પર આવી ગયા હતા. તેમણે આ નિર્ણય બાદ તરત સંસદમાં વિશેષ ફોર્સ અને હેલીકોપ્ટર મોકલી દીધા. જો કે વિપક્ષી પાર્ટીઓ સાથે તેમની પાર્ટીના સાંસદોએ તેમના આદેશનો અસ્વીકાર કરતા તેમને નિર્ણય પાછો લેવા મજબૂર કર્યા. ત્યાર બાદ પ્રમુખ યૂનને 14 ડિસેમ્બરના રોજ મહાભિયોગનો સામનો કરવો પડ્યો અને ત્યારથી અચાનક લીધેલા નિર્ણયોની ગુનાહિત તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો: દિલ્હી: શરાબ કૌભાંડમાં અરવિંદ કેજરીવાલ પર ચાલશે મની લોન્ડ્રીંગનો કેસ, ગૃહમંત્રાલયે EDને મંજૂરી આપી દીધી

Back to top button