ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદ: વર્ષ 2025-26 માટેના AMTSના ડ્રાફટ બજેટનો આંકડો જાણી દંગ રહેશો

  • 4620.77 કરોડ AMCની લોનનું દેવું ધરાવતી AMTS
  • માત્ર સાત ઈલેકટ્રિક ડબલ ડેકર બસ દોડાવવામા આવી રહી છે
  • AMC પાસેથી વર્ષ 2024-25માં રુપિયા 410 કરોડ લોન લેવામાં આવી

અમદાવાદમાં વર્ષ 2025-26 માટેના AMTSના ડ્રાફટ બજેટનો આંકડો જાણી દંગ રહેશો. જેમાં 4620.77 કરોડ AMCની લોનનું દેવું ધરાવતી AMTSનું વર્ષ 2025-26 માટે 682 કરોડનું ડ્રાફટ બજેટ રજૂ કરાયું છે.

માત્ર સાત ઈલેકટ્રિક ડબલ ડેકર બસ દોડાવવામા આવી રહી છે

બે વર્ષથી મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા ઈલેકટ્રિક બસના ચાર્જિંગ સ્ટેશન અને પાર્કિંગ માટે જાહેરાત કરવામાં આવે છે. જયારે હાલમાં મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા શહેરના વિવિધ રુટ ઉપર માત્ર સાત ઈલેકટ્રિક ડબલ ડેકર બસ દોડાવવામા આવી રહી છે. 1172 બસ ઓન રોડ દોડાવવાના તંત્રના દાવા સામે હાલમાં માત્ર 927 જ બસ ઓનરોડ દોડવવામાં આવી રહી છે. વર્ષ 25-26માં 60 મીની એ.સી.ઈલેકટ્રિક બસ સંચાલનમાં મુકવાની વધુ એક જાહેરાત ડ્રાફટ બજેટમાં કરાઈ છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી વર્ષ 2024-25માં રુપિયા 410 કરોડ લોન લેવામાં આવી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ છેલ્લા બે દાયકાથી પણ વધુના સમયથી મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી આપવામાં આવેલી લોનના દેવાના ડુંગર હેઠળ દબાઈ ગઈ છે. હાલમાં આ સંસ્થા શહેરના મુસાફરો કરતા વધુ એ.એમ.ટી.એસ.બસ ઓનરોડ દોડાવી રહેલા ઓપરેટરો માટે દોડાવવામા આવી રહી હોય એમ દેખાઈ રહયુ છે. ગત વર્ષે કુલ રુપિયા 641.50 કરોડના બજેટમાં આ વર્ષે રુપિયા 40 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. વર્ષ 2025-26 માટે ટ્રાન્સપોર્ટ મેનેજરે રજૂ કરેલા રૃપિયા 682 કરોડના ડ્રાફટ બજેટમાં રુપિયા 348 કરોડ તો પગાર અને પેન્શન તથા એસ્ટાબ્લિશમેન્ટ ખર્ચ પાછળ જ ખર્ચ કરવામાં આવનાર છે. મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી વર્ષ 2024-25માં રુપિયા 410 કરોડ લોન લેવામાં આવી હતી.

આવકમાં કેટલો વધારો થયો એ અંગે તંત્રમાં કોઈ બોલવા તૈયાર નથી

શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં રજિસ્ટર્ડ હોય એવા શ્રમિકોને બસમાં વિનામૂલ્યે મુસાફરી કરવા શ્રમિક પાસ આપવાનુ આયોજન કરવાની સાથે ડેઈલી ટિકીટ માટે મોબાઈલ એપ , જમાલપુર ખાતે 100 ઈલેકટ્રિક બસ માટે ચાર્જિંગ સ્ટેશન અને પાર્કિંગ જેવા અગાઉના વર્ષના આયોજનને ફરીથી ડ્રાફટ બજેટમાં રજૂ કરવામાં આવ્યા છે.વિજિલન્સ ચેકીંગના નામે બસમાં થતી તપાસ પછી આવકમાં કેટલો વધારો થયો એ અંગે તંત્રમાં કોઈ બોલવા તૈયાર નથી.

આ પણ વાંચો: ગુજરાત: બેટ દ્વારકા જતા ભક્તો માટે ખાસ સમાચાર 

Back to top button