ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતનેશનલમધ્ય ગુજરાતમીડિયા

ઉત્તરાયણનો ઉત્સાહ માતમમાં ફેરવાયો, રાજ્યભરમાં લોકોએ જીવ ગુમાવ્યા

Text To Speech

HD ન્યૂઝ ડેસ્ક :  ઉત્તરાયણનો પર્વની ધામધુમથી ઉજવણી થઈ રહી છે ત્યારે પતંગ દોરી વાગવાથી 6 લોકોના અવસાન થયા હોવાના સમાચાર મળ્યા છે. રાજકોટમાં એક બાઈક ચાલકને દોરી ઘસાતા તેનું ઘટના સ્થળે અવસાન થયું હતું. પાટડીના ઓડું ગામના ઇશ્વરભાઈ ઠાકોરને પણ દોરી વાગતાં તેમનું અવસાન થયું હતું.

ઉત્તરાયણનો તહેવાર કાળ બનીને આવ્યો હોય તેમ કડીના કસ્બા વિસ્તારમાં વીજતાર ઉપર પડેલી પતંગને દૂર કરવા જતાં એક મહિલાને કરંટ લાગ્યો હતો. આ મહિલાને બચાવવા ગયેલા ભાઇને કરંટ લાગતા તેનું અવસાન થયું હતું.

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં

 

હાલોલના રાહતલાવ ગામમાં 5 વર્ષીય માસુમનું પતંગની દોરીથી ગળું કપાવાને કારણે મૃત્યુ થયું છે. પિતા સાથે ફુગ્ગા ખરીદવા ગયેલા બાળકને પતંગની દોરી વાગી હતી. પિતા પુત્રને ટુ વ્હીલર પર બેસાડીને પનોરમા ચોકડી પાસે ફુગ્ગા ખરીદવા જતા હતા. તે દરમિયાન અચાનક દોરી પડતાં આગળ બેઠેલા કુણાલના ગળામાં ભરાઈ ગઈ હતી. દોરીના ઘસરકાથી બાળકનું ગળું કપાઈ ગયું હતું.

ઘાયલ માસુમને તાત્કાલિક હાલોલની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. ડૉક્ટરોએ તાત્કાલિક સારવાર શરૂ કરી હતી, પરંતુ ટૂંક સમયમાં જ બાળકનું અવસાન થયું હતું.

આ પણ વાંચો : 12 વર્ષ બાદ જેલમાંથી આસારામનો છુટકારો થયો, ભક્તોએ પુષ્પવર્ષા કરી સ્વાગત કર્યું

Back to top button