ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવિશેષસાયન્સ એન્ડ ટેકનોલોજી

નાગ મિસાઈલનું સફળ પરીક્ષણઃ ભારતીય સૈન્યનું જોશ હાઈ, જુઓ વીડિયો

Text To Speech

નવી દિલ્હી, 14 જાન્યુઆરી, 2025: ત્રીજી પેઢીની એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલ નાગનું Nag Missile Successfully Tests રાજસ્થાનના પોખરણમાં સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે.

ભારતીય સૈન્ય માટે આજનો દિવસ મહત્ત્વનો છે. સૈન્યનું જોશ હાઈ છે, કેમ કે ત્રીજી પેઢીની સ્વદેશી મિસાઈલનું પરીક્ષણ સફળ રહ્યું છે. આ સાથે ભારતીય સૈન્યનાં ભાથાંમાં વધુ એક ઘાતક મિસાઈલ સામેલ થઈ ગઈ છે. આ પરીક્ષણ ગઈકાલે 13 જાન્યુઆરીને સાંજે રાજસ્થાનના પોખરણમાં કરવામાં આવ્યું હતું.

સંરક્ષણ મંત્રાલયે આ પરીક્ષણનો વીડિયો જારી કરીને જણાવ્યું છે કે, ત્રીજી પેઢીની એન્ટી ટેન્ક ફાયર ગાઈડેડ સ્વદેશી નાગ એમકે-2 મિસાઈલનું પોખરણમાં સફળ પરીક્ષણ થયું. સંરક્ષણ મંત્રાલય ઉપરાંત DRDO ડીઆરડીઓ દ્વારા પણ X હેન્ડલ ઉપર આ સફળ પરીક્ષણ અંગે આનંદ વ્યક્ત કરવામાં આવ્યો છે.

આ મિસાઈલ માટે ફાયરિંગ રેન્જમાં ત્રણ પરીક્ષણ કરવામાં આવ્યા અને ત્રણે સફળ રહ્યા. 300 કરોડના ખર્ચે તૈયાર થયેલી આ સ્વદેશી મિસાઈલ ડીઆરડીઓ દ્વારા બનાવવામાં આવી છે. આ મિસાઈલ છ ફૂટની છે અને તેનું વજન લગભગ 45 કિલો છે.

નાગ મિસાઈલ ફાયર એન્ડ ફરગેટ ટેકનિક પર આધારિત છે, જે આંખના પલકારામાં દુશ્મનનો સફાયો કરવા સક્ષમ છે. તેમાં હયાત ફન્ફ્રારેડ ટેકનિક મિસાઈલ લૉન્ચ પહેલાં જ ટારગેટને લૉક કરી દે છે અને થોડી ક્ષણમાં તેનો ખાત્મો બોલાવી દે છે. આ મિસાઈલની ઝડપ 230 કિ.મી. પ્રતિ સેકન્ડ છે અને ચાર કિ.મી. દૂર રહેલા દુશ્મનને નિશાન બનાવી શકે છે.

આ પણ વાંચોઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમજ CM ભૂપેન્દ્ર પટેલે મેમનગરમાં પ્રજાજનો સાથે કરી મકરસંક્રાંતિ પર્વની ઉજવણી

મહાકુંભ વિશેના તમામ સમાચાર વાંચવા આ લિંક ઉપર ક્લિક કરો

>>> https://www.humdekhenge.in/%e0%aa%ae%e0%aa%b9%e0%aa%be%e0%aa%95%e0%ab%81%e0%aa%82%e0%aa%ad-2025/

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

Back to top button