ટ્રેન્ડિંગમનોરંજન

ધૂમ 4/ રણબીરનો હટકે લુક જોવા મળશે, આ સ્ટાર બનશે વિલન?

Text To Speech

મુંબઈ, 14 જાન્યુઆરી 2025 :   ‘ધૂમ ફોર’માં રણબીર કપૂર એકદમ અલગ અંદાજમાં જોવા મળશે. તેની સામે વિલનની ભૂમિકા માટે સાઉથના મોટા સ્ટાર સૂર્યાનો સંપર્ક કરવામાં આવ્યો હોવાની જાણકારી સુત્રો દ્ધારા પ્રાપ્ત થઈ છે.

આ વખતે પોલીસ કર્મચારીઓ તરીકે પણ ઉદય ચોપરા અને અભિષેક બચ્ચનના સ્થાને નવા બે કલાકારો જોવા મળે તેવી સંભાવના સેવાઈ રહી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં

આ ફિલ્મનું શૂટિંગ એપ્રિલ ૨૦૨૫માં પ્રારંભ કરવામાં આવશે. રણબીર હાલ મુંબઈમાં સંજય લીલા ભણશાલીની ‘લવ એન્ડ વોર’નું શૂટિંગ કરી રહ્યો છે જે પૂરું થયા પછી જ ‘ધૂમ-ફોર’ સાથે જોડાશે. હાલ ફિલ્મની પ્રોડક્શન ટીમ ફિલ્મની બે લીડ અભિનેત્રી અને એક વિલનના કાસ્ટિંગમાં વ્યસ્ત છે.

 

આ પણ વાંચો : ‘ગલી બોય’ની સીક્વલ બનશે, આ બે સ્ટાર જોડી જમાવશે

Back to top button