કચ્છમાં પાકિસ્તાની નાગરિકનો ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, BSFએ સૈનિકોએ પકડી પાડ્યો


કચ્છ, 13 જાન્યુઆરી: ગુજરાતના કચ્છ જિલ્લામાં સરહદ સુરક્ષા દળ (BSF) એ એક પાકિસ્તાની નાગરિકની ધરપકડ કરી છે જે ભારતમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યો હતો. આ ઘટના 12 જાન્યુઆરીના રોજ બની હતી, જ્યારે BSF જવાનોએ સતર્ક રહીને ભારતીય સરહદમાં પ્રવેશતા એક પાકિસ્તાની નાગરિકને પકડી લીધો હતો. હાલમાં બીએસએફના જવાનોએ પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરી છે.
કચ્છના હરામીનાળા પાસે બીએસએફના જવાનોએ ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા એક શખ્સને ઝડપી પડ્યો છે. બીએસએફના જવાનો આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી હતી જેમાં જાણવા મળ્યું હતું કે ધરપકડ કરાયેલ વ્યક્તિની ઓળખ બાબુ અલી તરીકે થઈ છે, જે પાકિસ્તાનના સિંધ પ્રાંતના સુજાવલ જિલ્લાના કરો ઘુંઘરુ ગામનો રહેવાસી છે. ઘૂસણખોરીની આ ઘટના ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર સ્થિત હરામી નાલા વિસ્તારમાં બની હતી.
બીએસએફએ નિવેદનમાં એમ પણ કહ્યું છે કે ધરપકડ કરાયેલા પાકિસ્તાની નાગરિક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને સરહદ સુરક્ષા અંગે તેમની તકેદારી સતત વધારી દેવામાં આવી છે.
આ પણ વાંચો…ગુજરાતના વિવિધ માર્ગો ફોરલેન કરવા રાજ્ય સરકારે કરી આટલા કરોડની ફાળવણી, જાણો કયા વિસ્તારોને લાભ થશે?