DoTનો Cyber Crime પર સકંજો, 35000 WhatsApp નંબર અને હજારો ગ્રુપ બૅન કર્યાં
HD ન્યૂઝ ડેસ્ક : ટેલિકોમ્યુનિકેશન વિભાગે (DoT) લગભગ 35,000 વોટ્સએપ એકાઉન્ટ્સ બૅન કરીને સાયબર ક્રાઇમ પર મોટી કાર્યવાહી શરૂ કરી છે. આ ઉપરાંત, 70 હજારથી વધુ વોટ્સએપ ગ્રુપ અને કોમ્યુનિટી સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. ગયા મહિને પણ, DoT એ મોટી કાર્યવાહી કરી અને લાખો નકલી SMS ટેમ્પ્લેટ્સ બ્લોક કર્યા. ટેલિકોમ્યુનિકેશન વિભાગ છેલ્લા કેટલાક મહિનાઓથી વધી રહેલા સાયબર ક્રાઇમ સામે કાર્યવાહી કરી રહ્યું છે. આ સમયગાળા દરમિયાન, લાખો WhatsApp એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એટલું જ નહીં, DoT અને TRAI એ તેમની ઘણી નીતિઓમાં પણ સુધારો કર્યો છે, જેથી સાયબર ગુના પર કાબુ મેળવી શકાય.
વોટ્સએપ નંબર બંધ થયા
તેના સત્તાવાર X હેન્ડલ દ્વારા માહિતી શેર કરતા, DoT એ કહ્યું છે કે ટેલિકોમ્યુનિકેશન વિભાગ અને જાગૃત નાગરિકોના કારણે 34,951 WhatsApp એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, 73,789 વોટ્સએપ ગ્રુપ અને કોમ્યુનિટી પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ટેલિકોમ્યુનિકેશન વિભાગે જાગૃત નાગરિકોની પ્રશંસા કરી છે અને કહ્યું છે કે તમારા દ્વારા રિપોર્ટિંગ કરવાથી મોટો ફરક પડી શકે છે. જો તમને છેતરપિંડીની શંકા હોય, તો તાત્કાલિક સરકારી પોર્ટલ ચક્ષુ (Sancharsaathi.gov.in) ને જાણ કરો.
ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં
https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o
ઉલ્લેખનીય છે કે સરકારે આ પોર્ટલ 2023 માં શરૂ કર્યું હતું. છેતરપિંડીની ઘટનાઓની જાણ ટેલિકોમ્યુનિકેશન વિભાગના સંચાર સાથી પોર્ટલ પર ઓનલાઈન કરી શકાય છે. આ ઉપરાંત, કોઈપણ અજાણ્યા નંબર પરથી આવતા કોલ કે મેસેજની જાણ કરવાની સુવિધા પણ છે. તાજેતરમાં, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ નકલી કોલ્સ રોકવામાં અસમર્થ રહેવા બદલ તમામ ટેલિકોમ ઓપરેટરો પર કરોડો રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ટેલિકોમ રેગ્યુલેટરે અત્યાર સુધીમાં ટેલિકોમ કંપનીઓ પર ૧૪૨ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ઉપરાંત, ટેલિકોમ્યુનિકેશન વિભાગને આ કંપનીઓની બેંક ગેરંટીમાંથી આ દંડની રકમ ચૂકવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
Vigilant Citizens x Department of Telecom = Action Taken!
👉 34,951 Accounts Blocked
👉 73,789 WhatsApp Groups & Communities BannedYour report makes a difference.
Spot fraud? Report it to Chakshu on https://t.co/6oGJ6NTnZT pic.twitter.com/U8S1Qf7HW0
— DoT India (@DoT_India) January 10, 2025
લાખો સિમ બંધ કરવામાં આવ્યા
ગયા વર્ષે, સરકારે સાયબર ક્રાઇમ સામે મોટી કાર્યવાહી કરી અને 78.33 લાખ મોબાઇલ નંબર બંધ કરવાનો આદેશ આપ્યો. આ મોબાઈલ નંબરો નકલી દસ્તાવેજોના આધારે લોકોને જારી કરવામાં આવ્યા હતા. ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા અમલમાં મુકવામાં આવેલા નવા AI ટૂલ્સની મદદથી, આ નકલી નંબરો ઓળખવામાં આવ્યા હતા અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. એટલું જ નહીં, સરકારે સાયબર ક્રાઇમમાં સામેલ 6.78 લાખ મોબાઇલ નંબરો બંધ કરવાનો આદેશ પણ જારી કર્યો હતો.
આ પણ વાંચો : અમરેલી લેટરકાંડ : વિવાદિત પ્રકરણની તપાસ SMC વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ