અમરેલી લેટરકાંડ : વિવાદિત પ્રકરણની તપાસ SMC વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ


ગાંધીનગર, 13 જાન્યુઆરી : અમરેલીમાં તા.પં.પ્રમુખના નામવાળો નકલી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાયરલ કરવાના મામલે પ્રમુખ કિશોરભાઈ કાનપરિયાએ અજાણ્યા શખસો સામે પોલીસમાં ફરિયાદ કરી હતી. જે કેસમાં પોલીસે ભાજપના પૂર્વ હોદ્દેદાર અને લેટર ટાઈપ કરનાર એક યુવતી સહિત 4ની ધરપકડ કરી હતી.
દરમિયાન આ સમગ્ર બનાવમાં લેટર ટાઈપ કરનાર પાટીદાર યુવતીનું રી-કન્સ્ટ્રક્શનના નામે સરઘસ કાઢ્યું હતું. જેના પગલે કોંગ્રેસ સહિતના વિરોધપક્ષોના પાટીદાર નેતાઓ દ્વારા ભારે વિરોધ કરવામાં આવતા જેલ હવાલે કરવામાં આવેલી યુવતીને જામીન મુક્ત કરવામાં આવી હતી. ત્યારે હવે આ વિવાદિત પ્રકરણની તપાસ SMCને સોંપવામાં આવી છે.
રાજ્યના સ્ટેટ મોનીટરીંગ સેલના વડા નિર્લિપ્ત રાય આ સમગ્ર પ્રકારણની તપાસ કરશે. તેવો આદેશ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે ફરજમાં બેદરકારી બદલ લોકલ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા ત્રણ પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં કિશન આસોદરીયા, વરજાંગ મૂળયાસીયા અને મહિલા પોલીસ કર્મી હિનાબેન મેવાડાને સસ્પેન્ડ કરાયા છે. આ કાર્યવાહી અમરેલી જિલ્લા પોલીસ વડા (SP) સંજય ખરાતેએ કરી છે.
આ પણ વાંચો :- વૈષ્ણોદેવી જવાનો પ્લાન કરનારા સાવધાન, યાત્રા રદ્દ કરો નહીંતર પસ્તાવું પડશે, જાણો કેમ