સોના ચાંદીના ભાવમાં થયો અધધ વધારો: સોનું રૂ.80,000 પાર, જાણો આજનો ભાવ
નવી દિલ્હી, 13 જાન્યુઆરી: સોના અને ચાંદીના ભાવમાં સતત વધઘટ જોવા મળી રહી છે, જે રોકાણકારો અને ગ્રાહકો માટે ચર્ચાનો વિષય બની રહે છે. આજે સોમવાર ૧૩ જાન્યુઆરીના રોજ સોનાનો ભાવ વધીને ₹૮૦,૨૨૦ પ્રતિ ૧૦ ગ્રામ થયો, જ્યારે ચાંદીનો ભાવ ₹૯૪,૫૦૦ પ્રતિ કિલો રહ્યો. વૈશ્વિક ચાંદીના ભાવ જે તાજેતરમાં ઔંશના નીચામાં ૩૦ ડોલરની અંદર ઉતરી ગયા હતા તે ત્યારબાદ ઝડપી ઉંચકાઈ ફરી ૩૦ ડોલરની સપાટી પાર કરી ઉંચામાં ભાવ ૩૦.૫૧ ડોલર સુધી પહોંચ્યા હતા.
અમદાવાદ ઝવેરીબજારમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામના ઉંચામાં રૂ.૮૦ હજારની ઉપર રૂ.૮૦૫૦૦ સુધી ટ્રેડ થતા જોવા મળ્યા હતા. અમદાવાદ ચાંદીના ભાવ વધી કિલોના રૂ.૯૦ હજારની ઉપર ગયા હતા. વિશ્વબજારમાં સોનામાં ફંડોનું એકટીવ બાઈંગ દરેક ઘટાડે આવી રહ્યાના વાવડ મળ્યા હતા. વૈશ્વિક સોનાના ભાવ ઔંશના ઉછળી ઉંચામાં ૨૬૮૬ ડોલર સુધી પહોંચ્યાના નિર્દેશો તાજેતરમાં મળ્યા હતા. વિશ્વબજાર પાછળ ઘરઆંગણે પણ ભાવ ઉછળતા જોવા મળ્યા હતા.
૨૪ કેરેટ સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ₹૮૦,૨૨૦ અને ૨૨ કેરેટ સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ₹૭૩,૫૫૦ છે. તે જ સમયે, ચાંદીનો ભાવ ₹94,500 પ્રતિ કિલો પર સ્થિર રહ્યો. મુંબઈમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹80,070 છે અને 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹73,400 છે. અહીં ચાંદીનો ભાવ ₹94,500 પ્રતિ કિલો છે. આજે જયપુરમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹80,220 છે અને 22 કેરેટ સોનાનો ભાવ ₹73,550 પ્રતિ 10 ગ્રામ છે. ચાંદી પણ ₹94,500 પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ છે. કોલકાતામાં આજે 24 કેરેટ સોનું ₹80,070 અને 22 કેરેટ સોનું ₹73,400 પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે. અહીં ચાંદીનો ભાવ ₹94,500 પ્રતિ કિલો છે.
આજે નોઇડામાં 24 કેરેટ સોનાનો ભાવ ₹80,220 છે અને 22 કેરેટ સોનાનો ભાવ ₹73,550 પ્રતિ 10 ગ્રામ છે. ચાંદી ₹94,500 પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ છે. લખનૌમાં આજના સોનાનો ભાવ 24 કેરેટ માટે ₹80,220 અને 22 કેરેટ માટે ₹73,550 પ્રતિ 10 ગ્રામ છે. ચાંદીનો ભાવ ₹94,500 પ્રતિ કિલો છે. આજે ચેન્નાઈમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹80,070 છે અને 22 કેરેટ સોનાનો ભાવ ₹73,400 પ્રતિ 10 ગ્રામ છે. અહીં ચાંદીનો ભાવ ₹૧,૦૨,૦૦૦ પ્રતિ કિલો છે.
આ પણ વાંચો..શેરમાર્કેટ સાથે રૂપિયો પણ ડોલરની સરખામણીએ સૌથી નીચલા રેકોર્ડ સ્તરે પહોંચ્યો