ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દિલ્હીમાં કોંગ્રેસનું આલિશાન હેડક્વાર્ટર તૈયાર થયું, 15 જાન્યુઆરીએ સોનિયા ગાંધી કરશે ઈંદિરા ભવનનું ઉદ્ધાટન

નવી દિલ્હી, 13 જાન્યુઆરી 2025: દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસનું દિલ્હીમાં નવું રાષ્ટ્રીય હેડક્વાર્ટર બનીને તૈયાર થઈ ચુક્યુ છે. અત્યાર સુધી કોંગ્રેસ હેડક્વાર્ટરનું સરનામું 24, અકબર રોડ હતું. પણ હવે પાર્ટીનું નવું ઠેકાણું નવી દિલ્હીમાં 9એ, કોટલા રોડ પર હશે. તેની ઓફિસનું નામ ઈંદિરા ગાંધી ભવન રાખવામાં આવ્યું છે. કોંગ્રેસે રવિવારે જાહેરાત કરી કે, 9એ, કોટલા રોડ, નવી દિલ્હીમાં આવેલા નવા હેડક્વાર્ટર, ઈંદિરા ગાંધી ભવનનું ઉદ્ધાટન 15 જાન્યુઆરી, સવારે 10 વાગ્યે એક ભવ્ય સમારંભમાં કરવામાં આવશે.

અહીં ઉલ્લેખનિય છે કે, નવા હેડક્વાર્ટરનું ઉદ્ધાટન કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી કરશે. આ દરમ્યાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ હાજર રહેશે.

ઈંદિરા ભવન હશે નવા હેડક્વાર્ટરનું નામ

કોંગ્રેસની નવી ઓફિસનું નામ ભારતના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી ઈંદિરા ગાંધીનું નામ આપવામાં આવ્યું છે. મહાત્મા ગાંધી, જવાહર લાલ નેહરુ અને સરદાર પટેલ જેવા દિગ્ગજોના નેતૃત્વમાં સ્વતંત્રતા આંદોલનનું નેતૃત્વ કરનારી પાર્ટી તરીકે, કોંગ્રેસ એક આધુનિક, લોકતાંત્રિક અને ન્યાયસંગત ભારતના નિર્માણ પ્રત્યે પોતાના સમર્પણ પર દૃઢ રહી છે.

400 નેતાઓને આમંત્રણ

સમારંભમાં ભાગ લેવા માટે લગભગ 400 ટોચના નેતાઓને આમંત્રણ મળ્યું છે. જેમાં કોંગ્રેસ કાર્ય સમિતિના સભ્યો, સ્થાયી અને વિશેષ આમંત્રિત સભ્ય, પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ, કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતાઓ, બંને પક્ષોના સંસદ સભ્યો. લોકસભા અને રાજ્યસભા, એઆઈસીસી સચિવ, સંયુક્ત સચિવ અને વિભાગોના પ્રમુખો, પૂર્વ મુખ્યમંત્રીઓ, પીસીસી અધ્યક્ષ, સીએલપી નેતા, કેન્દ્રીય મંત્રી અને એઆઈસીસીના મહાસચિવ પણ મુખ્ય આમંત્રિતોમાં સામેલ છે.

આધુનિક સુવિધાઓથી સજ્જ હેડક્વાર્ટર

ઈંદિરા ગાંધી ભવનને પાર્ટી અને તેના નેતાઓની વધતી જરુરિયાને ધ્યાને રાખી ડિઝાઈન કર્યું છે. જેમાં પ્રશાસનિક, સંગઠનાત્મક અને રણનીતિક ગતિવિધિઓનું સમર્થન કરવા માટે આધુનિક સુવિધાઓ આપી છે. આ ભવન કોંગ્રેસ પાર્ટીના અતીતને સન્માન આપતા તેમની દૂરદર્શી દ્રષ્ટિને દર્શાવે છે. જેણે ભારતના રાજકીય અને સામાજિક તાણાવાળાને આકાર આપ્યો છે.

આ પણ વાંચો: કંગાળ પાકિસ્તાન પાસે કરોડોની સંપતિ; શું દૂર થઈ જશે પાડોશી દેશની ગરીબી?

Back to top button