ગુજરાત: કરજણ નેશનલ હાઈવે પર એક સાથે 5 વાહનનો અકસ્માત
- ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
- પોલીસની PCR વાન પણ અકસ્માતનો ભોગ બની
- પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી
ગુજરાતના કરજણ નેશનલ હાઈવે પર એક સાથે 5 વાહનનો અકસ્માત થયો છે. જેમાં વડોદરાના કરજણ નેશનલ હાઈવે પર એકબીજા પાછળ 5 વાહનો ધડાધડ અથડાતા પોલીસની PCR વાન પણ અકસ્માતનો ભોગ બની હતી.
પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી
સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા જિલ્લાના કરજણ નેશનલ હાઈવે નંબર 48 પર ભરથાણા ટોલનાકા પાસે એકબીજા પાછળ 5 વાહનો ધડાધડ અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ભરૂચથી વડોદરા તરફ જતા હાઈવે પર આઈસરે અકસ્માત સર્જ્યો હતો. આ પછી પાછળ આવતા અન્ય વાહનો પણ ધડાધડ ભટકાયા હતા. અકસ્માતને પગલે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.
ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
આ અકસ્માતની ઘટનામાં પોલીસની PCR વાન પણ ઝપટમાં આવી ગઈ હતી. જો કે, 5 વાહનો અથડાવાની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. જ્યારે સમગ્ર ઘટનાની પોલીસને જાણ થતાની સ્થળ પર દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરી. જ્યારે વડોદરાના ડેસરમાં ઉદલપુર માર્ગ પર વેજપુરની નવી નગરી પાસે 2 ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા 1નું મોત નીપજ્યું હતું, જ્યારે 3 ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનામાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: ગુજરાતના આ વિસ્તારમાં DAP ખાતરના નામે ખેડૂતોને મળ્યા કાંકરા