પશ્ચિમ બંગાળ: સરકારી હોસ્પિટલમાં લાલિયાવાડી, પ્રસૂતિ બાદ મહિલાઓને ચડાવી દીધી એક્સપાયર દવા
પશ્ચિમ મેદિનીપુર, 13 જાન્યુઆરી 2025: પશ્ચિમ બંગાળના પશ્ચિમ મેદિનીપુર જિલ્લામાં એક સરકારી હોસ્પિટલમાં પ્રસૂતિ બાદ કથિત રીતે નર્સ દ્વારા એક્સપાયર દવા ચડાવવાના કારણે ગંભીર રીતે બીમાર ત્રણ મહિલાઓની હાલત ગંભીર થઈ. જેના કારણે અધિકારીઓએ રવિવારે કોલકાતાની એક હોસ્પિટલમાં તેમને શિફ્ટ કરવાનો નિર્ણય લીધો.
શું છે આખો મામલો
મેદિનીપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં પાંચ મહિલાઓને પ્રસવ બાદ જે દવા ચડાવવામાં આવી તે કથિત રીતે એક્સપાયર થઈ ચુકી હતી. તેમાંથી એક મહિલાનું મોત થઈ ગયું છે, જ્યારે ચાર અન્યની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. સ્વાસ્થ્ય વિભાગે આ મામલે તપાસ માટે 13 સભ્યોની ટીમ બનાવી છે.
સ્વાસ્થ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ત્રણ મહિલાઓની તબિયત ખરાબ થઈ ગઈ છે. જ્યારે એક અન્યની હલાતમાં સુધારો થયો છે અને તેને મેદિનીપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં જ રાખવામાં આવી છે.
ગ્રીન કોરિડોર બનાવવાનો આદેશ
અધિકારીઓના જણાવ્યા અનુસાર ત્રણ મહિલાઓને પશ્ચિમ મેદિનીપુરથી કોલકાતા લઈ જવા માટે રાજ્ય સરકારે એક ગ્રીન કોરિડોર બનાવવાનો આદેશ આપ્યો છે અને તમામ ટોલ પ્લાઝને સૂચના આપી દીધી છે. તેમણે કહ્યું કે, મહિલાઓને એલએસ એમ્બ્યુલન્સથી કોલકાતા લાવવામાં આવશે. જેમાં વિવિધ પ્રકારની જીવન રક્ષક અને સપોર્ટ સિસ્ટમ હશે.
આ પણ વાંચો: સનાતન ઉત્સવ મહાકુંભ 2025ની શરુઆત, સંગમ પર પહેલી વાર થશે અમૃત સ્નાન, સાધુઓ પર થશે પુષ્પવર્ષા