ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે વર્લ્ડ ચેમ્પિયને ટીમની જાહેરાત કરી દીધી, આ દિગ્ગજ ખેલાડીને બનાવ્યો કપ્તાન

Text To Speech

Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની 19 ફેબ્રુઆરીથી શરુઆત થવા જઈ રહી છે, જેના માટે ટીમોની જાહેરાત થઈ રહી છે. હવે આ લિસ્ટમાં વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાનું નામ પણ જોડાઈ ગયુ છે. 2023 વર્લ્ડ કપ વિજેતા ટીમ ઓસ્ટ્રેલિયાએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે પોતાના સ્ક્વાડની જાહેરાત કરી દીધી છે. ટીમના કપ્તાન પૈટ કમિંસને રાખવામાં આવ્યો છે. કમિંસની કપ્તાનીમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 2023ની ફાઈનલમાં હરાવીને આઈસીસી વન ડે વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. હવે કમિંસ પાસે પોતાની કપ્તાનીમાં વધુ એક મોટો ખિતાબ જીતવાનો શાનદાર મોકો હશે.

મૈટ શર્ટ અને આરોન હાર્ડીને પહેલી વાર આઈસીસી ટૂર્નામેન્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમમાં સામેલ કર્યો છે. ઓસ્ટ્રેલિયાને અફઘાનિસ્તાન, ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા સાથે ગ્રુપ બીમાં રાખવામાં આવ્યું છે. ઓસ્ટ્રેલિયા પોતાના તમામ ગ્રુપ સ્ટેજમાં પાકિસ્તાનના લાહોર અને રાવલપિંડીમાં રમશે.

હેઝલવુડ અને માર્શની વાપસી

ટેસ્ટ અને વન ડે ટીમના કપ્તાન કમિંસ ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા રમાનારી શ્રીલંકાના પ્રવાસમાંથી બહાર છે અને તે પોતાના બીજા સંતાનની રાહ જઈ રહ્યા છે. જો કે કમિંસ ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાની ટીમની કમાન સંભાળતો દેખાશે. તેની સાથે ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ અને ઓલરાઉન્ડર મિચેલ માર્શ પણ શ્રીલંકા ટેસ્ટ માટે સિલેક્શનથી ચુકી ગયા બાદ ચેમ્પિયન્સ ટ્રોફીથી ટીમમાં વાપસી કરી રહ્યા છે. આ ટીમ ગોલમાં બીજી ટેસ્ટના ત્રીજા દિવસ બાદ હંબનટોટામાં શ્રીલંકા સાથે એક માત્ર વન ડે મેચ રમશે. જે 22 ફેબ્રુઆરીથી લાહોરમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટૂર્નામેન્ટની શરુઆતી મેચથી પહેલા ટીમની એકમાત્ર અભ્યાસ મેચ હશે.

ઉલ્લેખનિય છે કે, આઈસીસીના નિયમ અનુસાર, ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેનારા તમામ આઠ દેશોને ટૂર્નામેન્ટ શરુ થાય તેના પાંચ અઠવાડીયા પહેલા પોતાની શરુઆતી 15 સભ્યોવાળી ટીમ જાહેર કરવાની હોય છે. પણ ટીણો પહેલી મેચથી એક અઠવાડીયા પહેલા સુધી તેમાં ફેરફાર કરી શકે છે. ત્યાર બાદ ટીમમાં કોઈ પણ ફેરફાર માટે આઈસીસીની મંજૂરી લેવી જરુરી છે.

આ પણ વાંચો: સનાતન ઉત્સવ મહાકુંભ 2025ની શરુઆત, સંગમ પર પહેલી વાર થશે અમૃત સ્નાન, સાધુઓ પર થશે પુષ્પવર્ષા

Back to top button