ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સનાતન ઉત્સવ મહાકુંભ 2025ની શરુઆત, સંગમ પર પહેલી વાર થશે અમૃત સ્નાન, સાધુઓ પર થશે પુષ્પવર્ષા

Text To Speech

પ્રયાગરાજ, 13 જાન્યુઆરી 2025: યૂપીના પ્રયાગરાજમાં ભીષણ ઠંડી અને ગાઢ ધુમ્મસની વચ્ચે સોમવારે મહાકુંભનો શુભારંભ થઈ ગયો. સંગમના કિનારે દર 12 વર્ષે તેનું આયોજન થાય છે. જ્યાં ગંગા, યમુના અને અદ્રશ્ય સરસ્વતીનું મિલન થાય છે. પૌષ પૂર્ણિમા પર પહેલા શાહી સ્નાન માટે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકઠા થાય છે અને તેઓ આસ્થાની ડુબકી લગાવે છે. આ દરમ્યાન સીએમ યોગી આદિત્યનાથે મહાકુંભના શુભારંભ અને પ્રથમ સ્નાની શુભકામના આપી છે. મહાકુંભને લઈને કેટલાય વીડિયો સામે આવ્યા છે. જેમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ દેખાઈ રહી છે.

આ આયોજનને ખાસ બનાવવા માટે મહાકુંભ મેળા ક્ષેત્રમાં શ્રદ્ધાળુઓ પર ગુલાબના ફુલોની પુષ્પ વર્ષા થશે. ઉદ્યાન વિભાગ તરફથી ગુલાબની પાંખડીઓને હેલીકોપ્ટર દ્વારા સંગમ ક્ષેત્રમાં એટલે કે આખા 4000 હેક્ટરના મેળા વિસ્તારમાં શ્રદ્ધાળુઓ પર પુષ્પ વર્ષા કરવાની તૈયારી થઈ ગઈ છે.

પ્રયાગરાજના ત્રિવેણી સંગમ તટ પર 13 જાન્યુઆરીથી 45 દિવસીય મહાકુંભ 2025ની શરુઆત થઈ ગઈ છે. મહાકુંભ માટે વિવિધ સન્ના ઘાટો પર લગભગ 2 કરોડ શ્રદ્ધાળુઓ પવિત્ર સ્નાન કરે તેવી આશા છે. મહાકુંભ મેળામાં ઉમટેલી ભીડની વચ્ચે શ્રદ્ધાળુઓની સુરક્ષાની ખાતરી કરવા માટે એનડીઆરએફની ટીમો અને ઉત્તર પ્રદેશ પોલીસની ઠેર ઠેર તૈનાતી કરી છે. સાથે જ આરએએફ અને સીઆરપીએફની ટીમો પણ લગાવી છે.

સીએમ યોગીનો ખાસ મેસેજ

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે, પૌષ પૂર્ણિમાની શુભકામના. વિશ્વના વિશાળતમ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સમાગમ મહાકુંભની આજથી તીર્થરાજ પ્રયાગરાજમાં શુભારંભ થઈ રહ્યો છે. અનેકતામાં એકતાની અનુભૂતિ માટે આસ્થા અને આધુનિકતાનો સંગમમાં સાધના અને પવિત્ર સ્નાન માટે પધારેલ તમામ પૂજ્ય સંતો, કલ્પવાસીઓ અને શ્રદ્ધાળુઓનું હાર્દિક સ્વાગત છે. મા ગંગા તમામની મનોકામના પૂર્ણ કરે. મહાકુંભ પ્રયાગરાજના શુભારંભ અને પ્રથમ સ્નાની મંગલમય શુભકામના. સનાતન ગર્વ-મહાકુંભ ગર્વ.

આ પણ વાંચો: મકરસંક્રાંતિ બાદ ફરી સંભળાશે શરણાઈના સૂર, વસંત પંચમીએ વણજોયુ મુહૂર્ત

Back to top button