અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગમધ્ય ગુજરાતમહાકુંભ 2025

અમદાવાદઃ ગુજરાતના લોકોને ગુજરાત સરકાર મફતમાં કુંભમેળાની યાત્રા કરાવે: ઈસુદાન ગઢવી

Text To Speech

12 જાન્યુઆરી 2025 અમદાવાદ; આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક મહત્વપૂર્ણ મુદ્દા પર વિડીયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું છે કે, બાર વર્ષ બાદ પ્રયાગરાજમાં કુંભમેળાનું આયોજન થયું છે. તો હું ગુજરાત સરકારને વિનંતી કરું છું કે ગુજરાતમાંથી જે પણ લોકો કુંભમેળામાં જવા માંગે છે તે તમામ લોકોને વિનામૂલ્ય મુસાફરી કરાવવાનો લાભ આપે. અમારું માનવું છે કે સ્પેશિયલ ટ્રેન, સ્પેશિયલ બસ અને સ્પેશિયલ ફ્લાઇટ દ્વારા યાત્રાળુઓને કુંભમેળા સુધી પહોંચાડવામાં આવે

10 લાખ શ્રદ્ધાળુઓ કુંભમેળાના દર્શન કરવા માંગે છે
હાલ સ્પેશિયલ ટ્રેનો સરકારી દોડાવી છે, તેમ છતાં પણ ખૂબ જ લાંબુ વેટીંગ છે. પ્રાઇવેટ બસોમાં ખૂબ જ ભાવ વધારો જોવા મળી રહ્યો છે અને પ્લેનની ટિકિટમાં પણ વન-વેના ₹14,000 વસૂલવામાં આવે છે. જેના કારણે પરિવાર સહિત જવા માંગતા લોકો માટે ખૂબ જ મુશ્કેલ છે એક સાથે જવું. તો અમારી માંગણી છે કે સરકાર વિના મૂલ્ય વધુ સ્પેશિયલ ટ્રેનો, સ્પેશિયલ બસો અને સ્પેશિયલ ફ્લાઇટ મુકાવે જેના કારણે ગુજરાતના ત્રણ લાખથી દસ લાખ શ્રદ્ધાળુઓ જે કુંભમેળાના દર્શન કરવા માંગે છે તે લોકોને આપણે કુંભમેળામાં મોકલી શકીએ. આ મામલે મુખ્યમંત્રી પોતે ધ્યાન આપે તેવી અમારી માંગ છે.

Back to top button