કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમરેલી લેટર કાંડને લઈ સાંસદ રૂપાલાએ શું આપ્યું મોટું નિવેદન?

Text To Speech

રાજકોટ, તા.12 જાન્યુઆરી, 2024:  રાજકોટમાં મકરસંક્રાંતિના પર્વ નિમિતે ગુજરાત પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો હતો. જેમાં વિશ્વના વિવિધ દેશોના પતંગબાજો સહિત દેશનાં અને ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી પતંગ રસિયાઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલા પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં તેમણે અમરેલી લેટર કાંડને લઈ મોટું નિવેદન આપ્યું હતું.

શું બોલ્યા રૂપાલા

રૂપાલાએ કહ્યું,  પોલીસ દ્વારા સમગ્ર ઘટનામાં ઉતાવળ કરવામાં આવી છે. એસપી દ્વારા કમિટી નીમવામાં આવી છે. યોગ્ય કાર્યવાહી કરશે તેવી મને આશા છે. કોંગ્રેસ આ ઘટનાને અલગ દિશામાં લઈ જઈ રહી છે. હાલ નનામા લેટર વાઇરલ કરવાનો રોગ ફેલાયેલો છે.

 આખા પ્રકરણને બે દ્રષ્ટિએ જોવાની આવશ્યક્તા હતી. પરંતુ તેને એકતરફ લઇ જવાનો પ્રયાસ થઈ રહ્યો છે તે યોગ્ય નથી. આ તપાસમાંથી જે પ્રશ્ન ઉભો થયો છે તેને મુખ્ય પ્રશ્ન બનાવવાનું કોંગ્રેસનું આયોજન એ આપણી સમજની બહાર છે. પોલીસ અધિકારીએ આ અંગે યોગ્ય કમિટી નીમી દીધી છે તેમાં મને શ્રદ્ધા છે કે, યોગ્ય કામગીરી હાથ ધરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે અમરેલી લેટરકાંડમાં ટાઈપિસ્ટ તરીકે કામ કરતી પાટીદાર યુવતીની રાત્રે ધરપકડ કરવામાં આવી હતી અને સરઘસ કાઢવામાં આવ્યું હતું. જે બાદ કોંગ્રેસે આનો વિરોધ શરૂ કર્યો હતો.

આ પણ વાંચોઃ જુનાગઢઃ 8 વર્ષથી તૈયારી કરતો યુવક પોલીસ ભરતીની દોડમાં ગયો નિષ્ફળ, ભર્યુ આ ચોંકાવનારું પગલું

Back to top button