ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

ગુજરાત ઠંડીથી ઠૂઠવાયું: સૌરાષ્ટ્ર-કચ્છમાં 24 કલાકમાં તાપમાન 6 ડિગ્રી ગગડ્યું

Text To Speech

12 જાન્યુઆરી, રાજ્યભરમાં લોકો હાડ થીજાવે તેવી ઠંડીથી ઝઝૂમી રહ્યા છે. શીતલહેર વચ્ચે મોટાભાગનાં જિલ્લાઓમાં ઠંડીનો પારો સતત ગગડી રહ્યો છે. પવનની દિશા બદલાતા ફરી એકવાર ઠંડીએ જોર પકડ્યું છે. વહેલી સવારથી ઠંડા પવનો ફૂંકાતા લોકો ઠુંઠવાયા છે. હજુ પણ આગામી બેથી ત્રણ દિવસ ઠંડીનું જોર યથાવત્ રહેવાની શક્યતાઓ છે. ગુજરાત પર આવતા પવનોની દિશા બદલાતા ફરી એક વખત ઠંડીનું જોર વધ્યું છે જે ઉત્તરાયણ સુધી યથાવત્ રહેવાની સંભાવના છે.

ગુજરાતમાં બેથી ત્રણ દિવસના ઠંડીમાંથી વિરામ બાદ ફરી એક વખત ઠંડીનું જોર વધ્યું છે. રાજ્યના વિવિધ જિલ્લાઓનું લઘુતમ તાપમાન 2થી 6 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટતા ગુજરાતવાસીઓ ભુક્કા બોલાવતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં લઘુતમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક જિલ્લાઓમાં ફક્ત 24 જ કલાકમાં લઘુતમ તાપમાનમાં પાંચથી છ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો આવ્યો છે જેથી વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી છે.

છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં સૌથી ઓછું 5.6 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નલિયામાં નોંધાયું હતું. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો પૂર્ણ થતા ફરી એક વખત લઘુતમ તાપમાન ગગડ્યું છે. આ ઉપરાંત હાલમાં ગુજરાત ઉપર ઉત્તર તથા ઉત્તર પૂર્વ દિશા તરફથી હિમવર્ષા થયા બાદના ઠંડા બર્ફીલા પવનો ગુજરાત તરફ આવી રહ્યા છે. જેથી તાપમાનમાં ઘટાડો આવી રહ્યો છે.

આ પણ વાંચો..ગુજરાત: દંપતીને ઘર બંધ કરી વિદેશ જવું ભારે પડ્યું

Back to top button