ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

રોહિત અને કોહલીનું ભવિષ્ય નક્કી કરશે ચેમ્પિયન્સ ટ્રોફી, સમીક્ષા બેઠકમાં લેવાયા આ મોટા નિર્ણયો

નવી મુંબઈ, 12 જાન્યુઆરી : ઓસ્ટ્રેલિયા સામેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં ભારતીય ટીમને 1-3થી હારનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે ભારતીય ટીમ 10 વર્ષ બાદ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT) હારી ગઈ હતી. ઉપરાંત, ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ના વર્તમાન ચક્રની ફાઇનલમાં પહોંચી શકી નથી. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પછી, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ 11 જાન્યુઆરી (રવિવાર)ના રોજ મુંબઈમાં સમીક્ષા બેઠક બોલાવી હતી.

બેઠકમાં કોહલી-રોહિતના ભવિષ્ય અંગે ચર્ચા થઈ

આ મીટિંગનો હેતુ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ટીમ ઈન્ડિયા સાથે શું ખોટું થયું તે સમજવાનો હતો. કેપ્ટન રોહિત શર્મા, મુખ્ય કોચ ગૌતમ ગંભીર, BCCI પ્રમુખ રોજર બિન્ની, સેક્રેટરી દેવજીત સૈકિયા અને ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા સમીક્ષા બેઠકમાં સામેલ થયા હતા.

આ બેઠક લગભગ 2 કલાક ચાલી હતી. આ સમયગાળા દરમિયાન, મેનેજમેન્ટે ન્યુઝીલેન્ડ સામે ભારતીય ટીમના પ્રદર્શનની પણ સમીક્ષા કરી હતી, જ્યાં રોહિત બ્રિગેડને ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીમાં 0-3થી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીના પ્રદર્શન પર ચર્ચા કરવામાં આવી હતી. બંને ખેલાડીઓને મેદાન પર સારું પ્રદર્શન કરવા માટે કહેવામાં આવ્યું હોવાનું સમજાય છે. આ ઉપરાંત રોહિત શર્માની કેપ્ટન્સી અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

સમગ્ર ઘટનાની જાણકારી ધરાવતા એક સૂત્રએ આજતકને કહ્યું, ‘અત્યારે કંઈ થવાનું નથી, પરંતુ મેનેજમેન્ટ ચેમ્પિયન્સ ટ્રોફી પછી કેપ્ટનશિપ અંગે નિર્ણય લઈ શકે છે. જો સ્થિતિ બદલાતી નથી તો કેપ્ટનશિપને લઈને કેટલાક પગલા લેવામાં આવી શકે છે.

સૂત્રે વધુમાં કહ્યું, ‘જ્યાં સુધી વિરાટ કોહલીની વાત છે, તેણે પણ કેટલાક રન બનાવવાની જરૂર છે. પરંતુ મને નથી લાગતું કે બંને ટેસ્ટમાંથી બહાર થઈ જશે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં પ્રદર્શન પર બધું નિર્ભર છે. ટીમ મેનેજમેન્ટ એ વાતથી ખુશ નથી કે ખેલાડીઓ દ્વિપક્ષીય શ્રેણી અને ઘરેલુ ટૂર્નામેન્ટથી દૂર રહે છે.

સૂત્રએ કહ્યું કે આવા ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે નહીં. ખેલાડીઓએ ડોમેસ્ટિક મેચોમાં ભાગ લેવો પડશે. આ અંગે ખેલાડીઓ અને પસંદગીકારોને પણ કડક સૂચના આપવામાં આવી છે.

બેટ્સમેનોના પ્રદર્શન પર ગંભીર ચર્ચા થઈ

સૂત્રએ વધુમાં કહ્યું, ‘મીટિંગમાં ટીમના પ્રદર્શન, ખાસ કરીને બેટિંગ લાઇન-અપ પર વિગતવાર ચર્ચા થઈ હતી. મેનેજમેન્ટ એ સમજવા માંગતું હતું કે ભારતીય બેટ્સમેનો મજબૂત લાઇન અપ હોવા છતાં શા માટે સારું પ્રદર્શન કરી રહ્યા નથી. ઉપરાંત મુખ્ય કારણ અને તેના સુધારા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

તમામ બાબતો પર વિચાર કરવામાં આવ્યો છે અને ચેમ્પિયન્સ ટ્રોફી પછી તરત જ કેટલાક પગલાં લેવામાં આવશે. એક સભ્યએ એ પણ ધ્યાન દોર્યું કે ટીમ ઘરઆંગણે શ્રેણી હારી ગઈ, જે દર્શાવે છે કે કંઈક ખોટું છે અને તેણે આ અંગે સ્પષ્ટતા માંગી હતી.

આ પણ વાંચો :- રાજકોટમાં INDW vs IREW વચ્ચેના મેચમાં ભારત અને કેપ્ટન સ્મૃતિ મંધાનાએ તોડ્યા આ રેકોર્ડ

Back to top button