ટ્રેન્ડિંગમનોરંજનવીડિયો સ્ટોરી

બિગ બોસ વિશે ભૂતપૂર્વ વિજેતાએ સત્ય કર્યું જાહેર: કહ્યું- વિનર્સ પહેલાથી જ હોય છે ફાઇનલ

Text To Speech

મુંબઈ, 12 જાન્યુઆરી: Bigg Boss વિજેતાઓનો લાંબો ઇતિહાસ ધરાવે છે. Bigg Boss સીઝન 1 ની શરૂઆત 3 નવેમ્બર, 2006 ના રોજ હોસ્ટ અરશદ વારસી સાથે થઈ હતી અને ત્યારથી આ શો વિશ્વવ્યાપી બની ગયો છે અને હવે તે શોના હોસ્ટ તરીકે સલમાન ખાન ભૂમિકા ભજવે છે. હાલમાં બિગ બોસ-18 સતત ચર્ચામાં રહે છે. હવે આ શો ધીમે ધીમે તેના ફિનાલે તરફ આગળ વધી રહ્યો છે. ત્યારે એક ભૂતપૂર્વ વિજેતાએ બિગ બોસના નિર્માતાઓ પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે અને તેમની વ્યૂહરચના જાહેર કરી છે. ‘બિગ બોસ સીઝન 11’ની વિજેતા શિલ્પા શિંદેનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તેણે શોના મેકર્સ પર દર્શકોને મૂર્ખ બનાવવાનો આરોપ લગાવ્યો છે.

સ્પર્ધકો ઉપરાંત, બિગ બોસના નિર્માતાઓ પણ ઘણીવાર વિવાદોમાં ફસાઈ જાય છે. ઘણીવાર શો પર સ્ક્રિપ્ટેડ હોવાનો આરોપ મૂકવામાં આવે છે અને અન્ય સમયે તેના પર વિજેતાઓ અગાઉથી નક્કી કરવાનો આરોપ મૂકવામાં આવે છે. હવે શોની ભૂતપૂર્વ વિજેતા શિલ્પા શિંદેએ પણ નિર્માતાઓ પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે. હાલમાં શિલ્પા શિંદેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં શિલ્પા શિંદે કહેતા જોવા મળી રહ્યા છે કે, ‘મને ખબર નથી પરંતુ કેટલાક લોકોને ખબર પડી છે કે માત્ર મેકર્સ જ વિજેતા નક્કી કરે છે. તેઓ પોતે બનાવે છે, ઘરેથી લાવે છે અને બતાવે છે.

શિલ્પા શિંદેએ બિગ બોસ સીઝન ૧૧ ની ટ્રોફી જીતી લીધી છે. તે અત્યાર સુધીની સૌથી મજબૂત સ્પર્ધકોમાંની એક રહી છે. તેમણે શોના ઘટતા ટીઆરપી પર પોતાનો અભિપ્રાય શેર કર્યો અને નિર્માતાઓની વ્યૂહરચનાઓનો પર્દાફાશ કર્યો. શિલ્પાએ કહ્યું, “મને ખબર નથી. કદાચ લોકોને ખબર પડી ગઈ છે કે નિર્માતાઓ પોતે જ વિજેતાઓ નક્કી કરે છે. તેઓ તેને જાતે બનાવે છે, ઘરેથી લાવે છે અને બતાવે છે. હવે ચેનલની મેકર્સ પાસે જે પણ વ્યૂહરચના છે, લોકોને તેના વિશે ખબર પડી ગઈ છે, તેથી લોકો હવે આ શોને વધુ જોતા નથી, કારણ કે તમે કોઈને અમુક હદ સુધી જ મૂર્ખ બનાવી શકો છો.

આ પણ વાંચો…iPhone 17 Air લોન્ચ થવાની તૈયારીમાં, જાણો કિંમતથી લઈને ફીચર્સ સુધીની વિગતો

Back to top button