પ્રિયંકા ગાંધી અને રૉબર્ટ વાડ્રા વચ્ચે ક્યારે શરૂ થયું ઈલુ-ઈલુ! કોણે કર્યું પહેલા પ્રપોઝ?
HD ન્યૂઝ ડેસ્ક : આજે કોંગ્રેસના મહાસચિવ અને વાયનાડથી લોકસભા સાંસદ પ્રિયંકા ગાંધીનો જન્મદિવસ છે. ૧૨ જાન્યુઆરી ૧૯૭૨ના રોજ જન્મેલા પ્રિયંકા ગાંધી વાડ્રા ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી અને ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના દીકરી છે. પ્રિયંકા ગાંધીના લગ્ન ઉદ્યોગપતિ રોબર્ટ વાડ્રા સાથે થયા છે. તેમની પ્રેમ કહાની ઘણીવાર ચર્ચામાં રહે છે. પ્રિયંકા ૧૩ વર્ષની ઉંમરે પહેલી વાર રોબર્ટ વાડ્રાને મળ્યા હતા.
ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં
https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw
કેવી રીતે થઈ મુલાકાત?
બંને પહેલી વાર એક કોમન ફ્રેન્ડના ઘરે મળ્યા હતા. બંનેએ દિલ્હીની બ્રિટિશ સ્કૂલમાં સાથે અભ્યાસ કર્યો હતો. એક ઇન્ટરવ્યુમાં રોબર્ટ વાડ્રાએ કહ્યું હતું કે, “હું નહોતો ઇચ્છતો કે કોઈને અમારા સંબંધો વિશે ખબર પડે કારણ કે લોકો તેને સમજી શકશે નહીં અને તેનો અલગ અર્થ કાઢશે.”
કોણે પહેલા પ્રપોઝ કર્યું
રોબર્ટ વાડ્રાએ એ પણ જણાવ્યું હતું કે બંનેમાંથી કોણે પહેલા પ્રપોઝ કર્યું હતું. રોબર્ટે કહ્યું હતું કે, “સ્કૂલનો એક કોમન ફ્રેન્ડ હતો જે પ્રિયંકાને ઓળખતો હતો. તેમનું ઘર મોટું હતું. ત્યાં બેડમિન્ટન સહિત વિવિધ રમતો રમાતી હતી. ત્યાં જ હું પ્રિયંકાને મળ્યો. તેમને મારી સાદગી ગમી. હું જીન્સ ટી-શર્ટ અને કોલ્હાપુરી પહેરીને જવાનું પસંદ કરતો હતો. હું ખૂબ મજાક કરતો હતો અને રમતગમતમાં પણ સારો હતો. તે મને પસંદ કરતી હતી, પણ તે મારી સાથે વધારે વાત કરતી નહોતી.” રોબર્ટે કહ્યું કે પ્રિયંકા ગાંધીએ જ તેમને પ્રપોઝ કર્યું હતું.
પ્રિયંકા ૧૩ વર્ષની હતી ત્યારે મળી હતી
રોબર્ટે એમ પણ કહ્યું, “તેણે પ્રિયંકાને ઘૂંટણિયે પડીને પ્રપોઝ કર્યું ન હતું, બલ્કે બંનેએ સાથે બેસીને પોતાના સંબંધો વિશે ગંભીરતાથી વાત કરી હતી.” એક ઇન્ટરવ્યુમાં પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે, “જ્યારે હું પહેલી વાર રોબર્ટને મળી ત્યારે હું ફક્ત 13 વર્ષની હતી. તે મને એ જ રીતે મળતો જે રીતે તે બીજા મિત્રોને મળતો હતો. મને આ વાત ગમી.”
આ પણ વાંચો : નાગા સાધુ એક કોયડો, જાણો આ સંતોની રહસ્યભરી દુનિયા વિશે