ટ્રેન્ડિંગસાયન્સ એન્ડ ટેકનોલોજી

3 IPO અને 8 લિસ્ટિંગ, આવતા અઠવાડિયે આ કંપનીઓ કરશે માલામાલ?

Text To Speech

HD ન્યૂઝ ડેસ્ક :   નવા વર્ષે નવા નવા IPO આવતા રહે છે. ગયા અઠવાડિયે શેર બજારમાં 7 આઈપીઓ આવ્યા હતા. આવતા અઠવાડિયે 3 આઈપીઓ આવશે. જેમાં 1 આઈપીઓ મેનબોર્ડનો હશે. બે આઈપીઓ સેગ્મેન્ટના હશે. આ સિવાય આવતા અઠવાડિયે 8 કંપનીઓ શેરમાર્કેટમાં ડેબ્યૂ કરશે. આનો મતલબ એ છે કે દલાલ સ્ટ્રીટ પર આવતા અઠવાડિયે ભરપૂર એક્શન જોવા મળશે. આ વર્ષે 28 કંપનીઓને 46 હજાર કરોડ રૂપિયા એકઠા કરવા માટે સેબીથી આઈપીઓની મંજૂરી મળી ગઈ છે. 80 કંપનીઓ તેની મંજૂરીની રાહ જોઈ રહી છે, જે 1.32 લાખ કરોડ રૂપિયા એકઠા કરવાનો ટાર્ગેટ રાખ્યો છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

લક્ષ્મી ડેન્ટલ આઈપીઓ
મુંબઈ બેસ્ડ ડેન્ટલ પ્રોડકટ્સ ફર્મ લક્ષ્મી ડેન્ટલનો આઈપીઓ સોમવારે 10 જાન્યુઆરીએ સબ્સક્રિપ્શન માટે ઓપન થશે. કંપની ફ્રેશ અને ઓએફએક્ષની મદદથી 698 કરોડ રૂપિયા એકઠા થશે. કંપનીનો સ્ટૉક 20 જાન્યુઆરીના રોડ NSE અને BSE બંને પ્લેટફોર્મ પર લિસ્ટ થશે. લક્ષ્મી ડેન્ટલના આઈપીઓમાં ફ્રેશ શેરની સાઈઝ 138 કરોડ રૂપિયા છે.

જ્યારે ઓએફએસની મદદથી કંપની 1.13 કરોડ શેરનો લૉટ વેચી રહી છે. જેની વેલ્યૂ 560.06 કરોડ રૂપિયા છે. OFS ના ભાગ રૂપે, પ્રમોટર્સ સમીર કમલેશ મર્ચન્ટ અને રાજેશ વ્રજલાલ ખાખર રોકાણકાર ઓર્બીમેડ એશિયા II મોરિશિયસ સાથે તેમનો હિસ્સો વેચશે. કંપનીએ IPO માટે પ્રાઇસ બેન્ડ 407 રૂપિયાથી 428 રૂપિયા પ્રતિ શેર નક્કી કર્યો છે.

એકત્ર કરાયેલા ભંડોળનો ઉપયોગ દેવાની ચુકવણી, નવી મશીનરી ખરીદવા, પેટાકંપની બિઝડેન્ટ ડિવાઇસીસ પ્રાઇવેટ લિમિટેડમાં રોકાણ કરવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે. મોતીલાલ ઓસ્વાલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ, નુવામા વેલ્થ મેનેજમેન્ટ અને SBI કેપિટલ માર્કેટ્સ આ ઇશ્યૂના બુક-રનિંગ લીડ મેનેજર તરીકે કાર્ય કરી રહ્યા છે, જ્યારે લિંક ઇનટાઇમ ઇન્ડિયા રજિસ્ટ્રાર તરીકે કાર્ય કરી રહ્યા છે.

બીજી તરફ, SME સેગમેન્ટમાં કુલ 2 IPO સબસ્ક્રિપ્શન માટે ખુલવા જઈ રહ્યા છે. કાબરા જ્વેલ્સનો IPO, જેની કિંમત રૂ. ૧૨૮ છે, તે ૧૫ જાન્યુઆરીએ લોન્ચ થશે. દરમિયાન, EMA પાર્ટનર્સનો જાહેર ઇશ્યૂ 17 જાન્યુઆરીથી બોલી લગાવવા માટે ઉપલબ્ધ થશે.

આ પણ વાંચો : પરિક્ષા પે ચર્ચા 2025 : Apply માટે માત્ર 2 દિવસ, અત્યાર સુધીમાં થયું 3.43 કરોડનું રજિસ્ટ્રેશન

Back to top button