ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત: 33 જિલ્લા, 8 શહેરોમાં ભાજપ પ્રમુખ બનવા જાણો કેટલા દાવેદારો

Text To Speech
  • નવા સંગઠનની રચનાનો તખ્તો ગોઠવાઈ ચૂક્યો
  • જિલ્લા અને શહેરોના પ્રમુખ પસંદ કરવાની કવાયત
  • ટૂંક સમયમાં જિલ્લા પંચાયતની ચૂંટણી યોજવાની છે

ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં સમાનતા સાથે સમૃદ્ધિના સપના સાથે ‘સમરસ સરપંચ’નો રાહ ચિંધનાર ભાજપે જ 33 જિલ્લા અને 8 શહેરોમાં ભાજપના પ્રમુખ બનવા માટે ઈચ્છુક ભાજપી સભ્યોના નામ મગાવ્યાં તેમાં ભાજપના 41 પ્રમુખપદ માટે 1300 દાવેદારો છે.

જિલ્લા અને શહેરોના પ્રમુખ પસંદ કરવાની કવાયત

પ્રદેશ પ્રમુખથી માંડી જિલ્લા અને શહેરોના પ્રમુખ પસંદ કરવાની કવાયત ચાલી રહી છે. આ દરમિયાન કેન્દ્રીય નેતાગીરીને ભાજપની આંતરિક સ્થિતિની ખરી સેન્સ મળશે. ભાજપ પ્રમુખ કોણ બને તેની સેન્સ મેળવવાના નામે ગુજરાત ભાજપની ખરી આંતરિક સ્થિતિનો તાગ મેળવવા નેતાગીરી સક્રિય બની છે. રાજ્યમાં આવનારાં મહિનાઓમાં 72 પાલિકા, 92 તાલુકા પંચાયત, જૂનાગઢ મહાનગરપાલિકા અને ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણી યોજવાની છે.

ગુજરાત ભાજપમાં નવા સંગઠનની રચનાનો તખ્તો ગોઠવાઈ ચૂક્યો

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલાં ગુજરાત ભાજપમાં નવા સંગઠનની રચનાનો તખ્તો ગોઠવાઈ ચૂક્યો છે. પાલિકા અને પંચાયતોની ચૂંટણી જીતવા ભાજપે સંગઠનની કામગીરી સંભાળી શકે તેવા નવા ચહેરાઓને જિલ્લા અને શહેરની કમાન સોંપવાની તૈયારી કર્યાની આંતરિક ચર્ચા છે. ઉત્તરાયણ અગાઉ ભાજપના શહેર-જિલ્લા પ્રમુખો તેમજ 20મી જાન્યુઆરી સુધીમાં પ્રદેશ પ્રમુખના નામ જાહેર થવાની સંભાવના છે.

આ પણ વાંચો: ગુજરાત: દંપતીને ઘર બંધ કરી વિદેશ જવું ભારે પડ્યું 

Back to top button