ટ્રેન્ડિંગનેશનલમીડિયાવર્લ્ડ

ભારે કરી! વિદ્યાર્થીઓની ભૂલ કાઢવા જતાં શિક્ષક ભરાયા, સોશિયલ મીડિયા પર લોકોએ ફજેતી કરી નાખી

Text To Speech

HD ન્યૂઝ ડેસ્ક :  હંમેશા એક્ઝામ અને એસાઈમેન્ટને કારણે વિદ્યાર્થીઓટેન્શનમાં રહે છે અને જેમ-જેમ પરીક્ષાઓની તારીખ નજીક આવે છે તેમ તેમ શિક્ષક, બાળકો અને વાલીઓમાં ભારે ચિંતાનો માહોલ સર્જાય છે. અત્યારે તો એમ થાય છે કે સોશિયલ મીડિયા પર પણ પરિક્ષા અને શિક્ષકોને લગતી કેટલીક તસવીરો વાયરલ થાય છે. અત્યારે પેંસિલ્વેનિયા સ્ટેટ યૂનિવર્સિટીના છાત્રના એસાઈમેન્ટની એક તસવીર વાયરલ થઈ રહી છે. પ્રોફેસરને એક એસાઈમેન્ટ શેર કરવું ભારે પડ્યું છે.

થોમેસ જૌડ્રે નામના યૂઝરે એક્સ પર એક તસવીર શેર કરી છે. આ શીટને શેર કરવાની પાછળ એક ઉદ્દેશ એ હતો કે માસ્તર સાહેબ પોતાના વિદ્યાર્થીને તેની ભૂલના કારણે ટ્રોલ કરવા માંગતા હતા. પરંતુ પ્રોફેસરનો દાવ ઉલ્ટો પડ્યો અને લોકો પ્રોફેસરને જ ટ્રોલ કરવા માંડ્યા. કૉમેન્ટ સેક્શનમાં લોકો પ્રોફેસરને જ કહેવા લાગ્યા કે પોતાના વિદ્યાર્થીઓ સાથે આવો વ્યવ્હાર તમે ન કરી શકો.

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

પોસ્ટ શેર કરતા થૉમસ લખે છે કે, ‘ફોટોમાં વ્યાકરણની ભૂલો અને વિચિત્ર વાક્યો જોવા મળી રહ્યાં છે. જેણે મેં ચિહ્નિત કર્યાં છે અને તે જોયા પછી મને એમ લાગી રહ્યું છે કે અંડરગ્રેજ્યુએટની હાલત ખૂબ જ ખરાબ છે. હવે આ વિદ્યાર્થીને જ જોઈ લો જેને મે એક એસાઈમેન્ટ આપ્યું હતું અને તેને તેમાં આ લેવલની ભૂલો હતી જેણી મને આશા પણ ન હતી.

એક્સ પર શેર કરેલી આ પોસ્ટને 36 મિલિયનથી પણ વધારે વ્યુ મળ્યા છે. જેના પર લોકો કૉમન્ટ કરીને પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે. એક યૂઝરે લખ્યું, ‘શું તમારી પાસે કોઈ બીજું કામ નથી આ પોસ્ટ કર્યાં સિવાય.’ બીજાએ લખ્યું, ‘વિદ્યાર્થિની આમ ખુલ્લેઆમ આલોચના કરવી ભૂલભરેલું છે.’ એક અન્ય યૂઝરે લખ્યું, ‘વિદ્યાર્થીઓને તેમની ભૂલો ચૂપચાપ બતાવવામાં આવે છે કે પબ્લિકની સામે નહીં.’

આ પણ વાંચો : સનાતનની સુંદરતા: મહાકુંભમાં સ્ટીવ જોબ્સની પત્નીને મળ્યું હિન્દુ નામ, કૈલાશગિરિએ પોતાનું ગોત્ર પણ આપ્યું

Back to top button