પોલીસને લઈ જતી બસની બ્રેક ફેલ થતાં કેટલાયને ફંગોળ્યા, એક મહિલાનું મૃત્યુ, વીડિયો જોઈ ધ્રુજી જશો
કન્નૌજ, 12 જાન્યુઆરી 2025: ઉત્તર પ્રદેશના કનૌજમાં પોલીસની બસની બ્રેક ફેલ થવાના કારણે મોટી દુર્ઘટના થઈ ગઈ. આ દુર્ઘટનામાં એક મહિલાનું મોત પણ થઈ ગયું છે. જ્યારે કેટલાય લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. આ ઘટનાનો વીડિયો પેટ્રોલ પંપ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. જે હવે વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે બેકાબૂ થયેલી બસ ફુલ સ્પીડમાં પેટ્રોલ પંપ પર આવે છે, જે બાદ અફરા તફરી મચી જાય છે.
સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે પોલીસની બેકાબૂ થયેલી બસ ફુલ સ્પીડમાં આવી રહી છે. આ દરમ્યાન રસ્તો પાર કરી રહેલી એક બાઈક સવાર મહિલાને બસે ટક્કર મારી. મહિલા ત્યાં પડી ગઈ અને તેનું મોત થઈ ગયું. ત્યાર બાદ બસ ફુલ સ્પીડમાં પેટ્રોલ પંપ તરફ જવા લાગી.
#कन्नौज पुलिस लाइन के पास पेट्रोल पंप के सामने पुलिस बस ने बाइक सवार को टक्कर मारी. इसमें एक गर्भवती महिला की मौत हो गयी है
टक्कर के बाद पुलिस बस आगे जाकर पेट्रोपपंप पर रूक जाती है, शायद ब्रेक लगाने से
इलाके के सीओ इसे “ब्रेक फेल” बता रहे है, बस का “टैक्निकल मुआयना” के आदेश हुए… pic.twitter.com/GoN2A19Dmd
— Narendra Pratap (@hindipatrakar) January 12, 2025
બાઈકને ટક્કર માર્યા બાદ બસ પેટ્રોલ પંપ તરફ ગઈ તો ત્યાં હાજર લોકો જીવ બચાવવા માટે ભાગવા લાગ્યા. પેટ્રોલ પંપની દીવાલ સાથે ટકરાઈને બસ રોકઈ ગઈ, પણ આ દુર્ઘટનામાં કેટલાય લોકો ઘાયલ થઈ ગયા. બસમાં સવાર પોલીસ કર્મી ચોંકી ગયા અને બસ રોકાતાની સાથે ફટાફટ ઉતરવા લાગ્યા હતા.
તો વળી આ ઘટનામાં મહિલાના મોતની સૂચના મળતા પોલીસે લાશને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી છે. કહેવાય છે કે કન્નૌજ રેલવે સ્ટેશન પર થયેલી દુર્ઘટનાની જાણકારી મેળ્યા બાદ પોલીસની બસ બચાવ કાર્ય માટે જઈ રહી હતી. આ દુર્ઘટનામાં રસ્તામાં દુર્ઘટના થઈ ગઈ.
આ પણ વાંચો: સનાતનની સુંદરતા: મહાકુંભમાં સ્ટીવ જોબ્સની પત્નીને મળ્યું હિન્દુ નામ, કૈલાશગિરિએ પોતાનું ગોત્ર પણ આપ્યું