પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં આ દેશના પ્રમુખ હશે મુખ્ય અતિથિ? ભારતની મુલાકાત બાદ પાક.નહીં જાય!
નવી દિલ્હી, 12 જાન્યુઆરી : ઇન્ડોનેશિયાના પ્રમુખ પ્રબોવો સુબિયાન્તો આ વખતે મુખ્ય અતિથિ તરીકે પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં હાજરી આપશે. મળતી માહિતી મુજબ, સુબિયાન્ટો ભારતની મુલાકાત પછી તરત જ પાકિસ્તાન નહીં જાય. વાસ્તવમાં ભારતે આ મુદ્દો ઈન્ડોનેશિયા સમક્ષ ઉઠાવ્યો હતો. અગાઉ પાકિસ્તાની મીડિયામાં એવા સમાચાર હતા કે સુબિયાન્ટો ભારત પ્રવાસ પછી તરત જ પાકિસ્તાન જવાની યોજના બનાવી રહ્યા છે.
પીટીઆઈ અનુસાર, ભારતે હજુ સુધી આ વર્ષના પ્રજાસત્તાક પર્વના મુખ્ય અતિથિની ઔપચારિક જાહેરાત કરી નથી. સુબિયાન્ટોની હાજરી આ વખતના ગણતંત્ર દિવસને વધુ ખાસ બનાવશે. ભારત-ઇન્ડોનેશિયા સંબંધોને વધુ મજબુત બનાવવાના ઉદ્દેશ્યથી તેમની આ મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
ભારત દર વર્ષે પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ભાગ લેવા માટે વિશ્વના નેતાઓને આમંત્રણ આપે છે. ગયા વર્ષે, ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન મુખ્ય અતિથિ તરીકે આવ્યા હતા, જ્યારે 2023 માં, ઇજિપ્તના પ્રમુખ અબ્દેલ ફતાહ અલ-સીસીએ આ પ્રસંગે હાજરી આપી હતી. COVID-19 રોગચાળાને કારણે 2021 અને 2022 માં પ્રજાસત્તાક દિવસ પર કોઈ મુખ્ય અતિથિ નહોતા.
જ્યારે 2020માં બ્રાઝિલના તત્કાલિન પ્રમુખ જેયર બોલ્સોનારો, 2019માં દક્ષિણ આફ્રિકાના તત્કાલિન પ્રમુખ સિરિલ રામાફોસા અને 2018માં આસિયાન દેશોના તમામ 10 નેતાઓએ સમારોહમાં ભાગ લીધો હતો. પ્રજાસત્તાક દિવસે મુખ્ય અતિથિ તરીકે હાજરી આપનારા અન્ય અગ્રણી નેતાઓમાં 2017માં અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન, 2016માં ફ્રાંસના તત્કાલીન પ્રમુખ ફ્રાન્કોઈસ હોલાંદે અને 2015માં યુએસ પ્રમુખ બરાક ઓબામાનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો :- આ હુમલા સાંપ્રદાયિક નહીં પણ રાજનીતિક છે, નફ્ફટ યુનુસ સરકારનું ચોંકાવનારૂ નિવેદન