ગુજરાતમાં દારૂબંધી હોવા છતા પોલીસ કોન્સ્ટેબલના ઘરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
- કોન્સ્ટેબલ વિજય પરમારને દરોડાની જાણ થતા જ તે ફરાર થઇ ગયો
- બુટલેગરનું ઘર હોય તે પ્રકારનો દારૂનો મોટો જથ્થો ઝડપાયો
- પોલીસ કોન્સ્ટેબલ પોરબંદરથી પોતાની ફરજ પરથી અરવલ્લી આવ્યો હતો
ગુજરાતમાં દારૂબંધી હોવા છતા પોલીસ કોન્સ્ટેબલના ઘરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. જેમા અરવલ્લીમાં પોલીસ કોન્સ્ટેબલના ઘરમાંથી વિદેશી દારૂનો જથ્થો મળતા પોલીસ બેડામાં ચકચાર મચી છે.
બુટલેગરનું ઘર હોય તે પ્રકારનો દારૂનો મોટો જથ્થો ઝડપાયો
પોલીસના ઘરમાંથી જ જાણે બુટલેગરનું ઘર હોય તે પ્રકારનો દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. દરોડાની ખબર પડતા જ કોન્સ્ટેબલ ફરાર થઈ ગયો હતો. અરવલ્લી જિલ્લાના ધનસુરાના રહીયોગ ગામમાં બાતમીના આધારે LCBની ટીમે પોલીસ કોન્સ્ટેબલના ઘરે દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ વિજય પરમારના ઘરમાંથી 1.76 લાખ રૂપિયાનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. LCBની ટીમે દ્વારા તપાસ કરતા ઘરના રસોડામાંથી 2,138 બોટલ સાથે 22 પેટી દારૂ મળી આવી હતી.
પોલીસ કોન્સ્ટેબલ પોરબંદરથી પોતાની ફરજ પરથી અરવલ્લી આવ્યો હતો
પોલીસકર્મીના બદલે જાણે બુટલેગર બનેલા કોન્સ્ટેબલ વિજય પરમારને પકડવા માટે LCBની ટીમે વધુ તપાસ હાથ ધરી છે. કોન્સ્ટેબલ પહેલા પણ દારૂના કેસમાં ઝડપાયો હતો. ઉલ્લેખનીય છે કે, પોલીસ કોન્સ્ટેબલ વિજય પરમારને દરોડાની જાણ થતા જ તે ફરાર થઇ ગયો હતો. આ પોલીસ કોન્સ્ટેબલ પોરબંદરથી પોતાની ફરજ પરથી અરવલ્લી આવ્યો હતો.
આ પણ વાંચો: ગુજરાતમાં HMPV વાયરસના કેસ વધ્યા, જાણો આંકડો કેટલે પહોચ્યો