ટીમ ઈંડિયા માટે માઠા સમાચાર: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સ્ટાર બૉલર બુમરાહ અમુક મેચ રમી શકશે નહીં, જાણો શું છે કારણ
નવી દિલ્હી, 12 જાન્યુઆરી 2025: ભારતીય ક્રિકેટ ટીમ માટે ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ચિંતાના સમાચાર આવ્યા છે. ટીમ ઈંડિયાને ટ્રોફી જીતવાની મોટી આશાને ધક્કો લાગ્યો છે. ઈજા વેઠી રહેલા સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ગ્રુપ સ્ટેજની મેચોમાં બહાર થઈ શકે છે. ગત અઠવાડીયે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર સિડનીમાં રમાયેલી છેલ્લી ટેસ્ટ દરમ્યાન તેને પીઠમાં દુખાવો થયો હતો, જે હજુ સુધી ઠીક થયો નથી.
ઈંડિયા એક્સપ્રેસના એક રિપોર્ટ અનુસાર, બુમરાહની પીઠમાં સોજો છે અને તેમને બેંગલુરુની નેશનલ ક્રિકેટ એકેડમીમાં રિપોર્ટ કરવાનો આદેશ આપ્યો છે. જ્યાં તેની રિકવરી પર નજર રાખશે. ચેમ્પિયન્સ ટ્રોફી જેમાં દુનિયાના ટોપ આઠ વન ડે ટીમો ભાગ લેશે. ટૂર્નામેન્ટની શરુઆત 19 ફેબ્રુઆરીથી થવા જઈ રહી છે. ભારતની મેચ કરાચી, રાવપિંડી, લાહોર અને દુબઈમાં રમાશે.
રિપોર્ટ અનુસાર, મુખ્ય સિલેક્ટર્સ અજિત અગરકરની અધ્યક્ષતાવાળી સમિતિ જે 11 જાન્યુઆરીના રોજ મુંબઈમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ઘર પર રમાનારી ટી20 સીરીઝ માટે ટીમ પસંદ કરવા માટે મળી હતી, તેમાં બુમરાહના ફિટનેસ વિશે અપડેટ કર્યું છે. આઈસીસીએ ટૂર્નામેન્ટ માટે ટીમ પસંદગીની છેલ્લી તારીખ 12 જાન્યુઆરી રાખી છે. પણ બીસીસીઆઈ તેમાં છૂટ આપવાની વાત કરી છે.
હવે સિલેક્ટર્સ આ વાતને લઈને વિચાર કરી રહ્યા છે કે બુમરાહને 15 સભ્યોની ટીમમાં સામે કરવા અથવા ચેમ્પિયન્સ ટ્રોફી માટે રિઝર્વ ખેલાડીઓની યાદીમાં રાખવામાં આવે. રિપોર્ટ અનુસાર, બીસીસીઆઈ આઈસીસીને એક અસ્થાયી ટીમ સોંપશે. ટીમોમાં ફેરફાર 12 ફેબ્રુઆરી સુધી કરી શકાશે. સિલેક્ટર્સ પાસે બુમરાહની ફિટનેસ પર નજર રાખવાનો સમય છે.
આ પણ વાંચો: શિક્ષણ જગતનો શરમજનક કિસ્સો: ખાનગી શાળાના આચાર્યે 80 બાળકીઓને શર્ટ ઉતરાવી બ્લેઝરમાં ઘરે મોકલી દીધી