બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટી અમદાવાદ ખાતે વુમન થીંકર્સ મીટનો પ્રારંભ થયો
અમદાવાદ, 11 જાન્યુઆરી : દુનિયામાં એવો કોઈ વિષય નથી જે સ્ત્રીઓની હાજરીથી વંચિત હોય. ઇતિહાસે ઘરથી લઈને વ્યવસાય અને શિક્ષણથી લઈને રાજકારણ સુધી મહિલાઓની મજબૂત હાજરી જોઈ છે. પ્રાચીન કાળથી લઈને અત્યાર સુધી, મહિલાઓએ રાજકારણમાં સાબિત કર્યું છે કે તેઓ ઘરકામમાં જેટલી કુશળ છે એટલી જ અન્ય ક્ષેત્રમાં પણ કુશળ છે.
વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓની ભૂમિકા, તેમનું યોગદાન સહિતના મુદ્દાઓને ધ્યાને લઇ અમદાવાદ સ્થિત બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી ખાતે વુમન થીંકર્સ મિટ યોજાઈ રહી છે. જેમાં પ્રથમ દિવસે ઉદ્ઘાટન સમારોહમાં ઈન્ડિયા ઇન્ડિયા ફાઉન્ડેશનના અધ્યક્ષ રામ માધવજી, બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ.અમી ઉપાધ્યાય અને આ કાર્યક્રમના સ્વપ્નદ્રષ્ટા એવા ડૉ.જીગર ઇનામદાર અને વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોષી ઉપસ્થિત રહ્યા હતા.
મહાભારત કાળથી લઈને આજ સુધી, મહિલાઓએ વિવિધ ક્ષેત્રમાં પોતાની ક્ષમતા સાબિત કરી છે. ભલે તે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, ગઢમંડલની રાણી અવંતીબાઈ, કિત્તુરની રાણી ચેન્નમ્મા, જીજાબાઈ, ઇન્દોરની રાણી દેવી અહિલ્યાબાઈ, રઝિયા સુલતાન હોય. પ્રાચીન કાળથી મહિલાઓએ વિવિધ ક્ષેત્રોમાં સામેલ રહી છે. સમય જતાં, મહિલાઓની ભૂમિકા વિસ્તરી છે. સરોજિની નાયડુ, ઇન્દિરા ગાંધી જેવી મહિલાઓ રાજકારણમાં અન્ય મહિલાઓ માટે પ્રેરણાસ્ત્રોત હતી. વર્તમાન સમયમાં પણ, મહિલાઓ ભારતીય રાજકારણમાં આગળ વધી રહી છે.
સમન્વય પ્રતિષ્ઠાન અને ઇન્ડિયા ફાઉન્ડેશનના સહયોગથી ગુજરાતમાં પ્રથમ વુમન થીંકર્સ મિટનો આજે બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટી અમદાવાદ ખાતે પ્રારંભ થયો. આ થીંકર્સ મીટમાં રાજ્યની 130થી વધુ મહિલાઓએ ભાગ લીધો છે.