ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

અરવિંદ કેજરીવાલનો મોટો દાવો, આ નેતા હશે ભાજપના CM પદનો ચહેરો

Text To Speech

નવી દિલ્હી, 11 જાન્યુઆરી : આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો સીએમ ચહેરો હોવાનો મોટો દાવો કર્યો છે. પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતી વખતે તેમણે દાવો કર્યો કે ભાજપની ચૂંટણી સમિતિની બેઠકમાં રમેશ બિધુરીને દિલ્હીના સીએમ ઉમેદવાર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેણે દાવો કર્યો કે તેને આ સમાચાર સૂત્રો પાસેથી મળ્યા છે.

બિધુરી સાથે ચર્ચા કરવા માંગે છે 

અરવિંદ કેજરીવાલે કહ્યું કે જો ભાજપે રમેશ બિધુરીને મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવવાનો નિર્ણય કર્યો છે તો હું તેમની સાથે ચર્ચા કરવા માંગુ છું. તેઓ લાંબા સમયથી દિલ્હીથી સાંસદ છે. હું તેમને કહેવા માંગુ છું કે તેમણે શું કામ કર્યું છે તે જનતાને જણાવે. હું ઈચ્છું છું કે તેઓ મારી સાથે ચર્ચા કરે.

મતદાર યાદીમાં છેડછાડનો આક્ષેપ

આ પહેલા ગુરુવારે અરિંદ કેજરીવાલે ભાજપ પર નવી દિલ્હી વિધાનસભા ક્ષેત્રમાં મતદાર યાદીમાં છેડછાડનો આરોપ લગાવ્યો હતો અને ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી.  કેજરીવાલે આક્ષેપ કર્યો હતો કે ભાજપ સાથે સંકળાયેલા લોકોએ મતદાર યાદીમાં 13,000 નવા મતદારો ઉમેરવા માટે અરજી કરી હતી અને તેમની તરફેણમાં મતદાનને ‘પ્રભાવિત’ કરવા માટે 5,500 મતદારોની એન્ટ્રીઓ રદ કરવાની માંગ કરી હતી.

કેજરીવાલ નવી દિલ્હીથી ચૂંટણી લડી રહ્યા છે

કેજરીવાલે કહ્યું, છેલ્લા 22 દિવસમાં નવી દિલ્હી મતવિસ્તારમાં મતદારોના નામ કાઢી નાખવા માટે 5,500 અરજીઓ મળી છે. આ મતવિસ્તારમાં લગભગ એક લાખ મતદારો છે, જેનો અર્થ છે કે આ અરજીઓ માત્ર 22 દિવસમાં 5.5 ટકા મતદારોના નામ દૂર કરવા માટે દાખલ કરવામાં આવી છે.

તેમણે કહ્યું, આ ગંભીર ચિંતાનો વિષય છે કારણ કે જ્યારે ચૂંટણી પંચે આમાંથી કેટલાક લોકોનો સંપર્ક કર્યો ત્યારે તેઓએ આવી અરજીઓ સબમિટ કરવાનો ઇનકાર કર્યો હતો. સંપર્ક કરાયેલ તમામ 89 વ્યક્તિઓએ જણાવ્યું કે તેઓએ કોઈ અરજી કરી નથી. આ સ્પષ્ટપણે કૌભાંડ સૂચવે છે.

આ પણ વાંચો :- ભારતમાં પેપર લીકને રોકવું જોઈએ, આ ધંધો બની ગયો છે, જાણો કોણે આપ્યું આ મોટું નિવેદન

Back to top button