અરિજિત સિંહની કોન્સર્ટ જોવા જનાર પ્રેક્ષકો માટે મેટ્રોએ આપ્યા રાહતના સમાચાર
ગાંધીનગર, 11 જાન્યુઆરી, 2025: અરિજિત સિંહની કોન્સર્ટ જોવા જનાર પ્રેક્ષકો માટે મેટ્રોએ રાહતના સમાચાર આપ્યા છે. અમદાવાદના પ્રેક્ષકો મોડી રાત્રે પણ આરામથી પરત આવી શકે તે માટે મેટ્રો દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
ગુજરાત મેટ્રો રેલવે કોર્પોરેશન (જીએમઆરસી) દ્વારા જારી એક યાદી અનુસાર, 12 જાન્યુઆરી, 2025ના રોજ મેટ્રો સ્ટેશન નજીક ગિફ્ટ સિટી ખાતે યોજાઈ રહેલી અરિજિત સિંહની કોન્સર્ટના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને GMRCએ ગિફ્ટ સિટી મેટ્રો સ્ટેશનથી પરત ફરતા મુસાફરો માટે મેટ્રો સેવાઓને માત્ર 12મી જાન્યુઆરી માટે જ નીચેના સમય અનુસાર લંબાવવાનો નિર્ણય કર્યો છે. આ સેવા રાત્રે 8.30થી 11.30 સુધી એક-એક કલાકના ગાળામાં ઉપલબ્ધ થશે.
આ યાદી અનુસાર, માત્ર 12 જાન્યુઆરીને રવિવારના રોજ ગિફ્ટ સિટી મેટ્રો સ્ટેશનથી અમદાવાદ માટે વધારાની ટ્રેનો ઉપલબ્ધ થશે જેના સમય નીચે મુજબ છેઃ
— રાત્રે 8.30 કલાકે
— રાત્રે 9.30 કલાકે
— રાત્રે 10.30 કલાકે
— રાત્રે 11.30 કલાકે
જીએમઆરસીની આ યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, મેટ્રો ટ્રેનની મહત્તમ ક્ષમતા 800થી 850 મુસાફરોની છે, તેથી એક મેટ્રો ટ્રેન મહત્તમ ક્ષમતા સાથે ભરાઈ જાય પછી આગળની બીજી ટ્રેન રાત્રે 11.30 સુધી દર કલાકે ઉપલબ્ધ થશે.
આ પણ વાંચોઃ રાજ્યની નવરચિત ૯ મહાનગરપાલિકાઓની એક વર્ષ માટે મેન્ટર બનશે આ મહાપાલિકાઓ
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD