ટ્રેન્ડિંગધર્મમહાકુંભ 2025

બોલિવૂડ સિંગર્સ પણ મહાકુંભમાં પોતાના સૂર રેલાવશે, મંત્રાલયે જારી કરી યાદી

  • મહાકુંભમાં મોટા ગજાના બોલિવૂડ સિંગર્સ પણ પોતાના અવાજનો જાદુ રેલાવશે. સાંસ્કૃતિક મંત્રાલયે સિંગર્સના પ્રોગ્રામ્સનું એક લિસ્ટ જારી કર્યું છે

HD ન્યુઝ ડેસ્કઃ મહાકુંભ 2025 13 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહ્યો છે અને તેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. પ્રયાગરાજમાં ભક્તો અને સંતોનું આગમન શરૂ થઈ ગયું છે અને તે 2 દિવસ પછી તેની શરૂઆત થશે. આ મહાકુંભ મેળામાં બોલિવૂડ સિંગર્સ પણ પોતાના અવાજનો જાદુ ફેલાવશે. સાંસ્કૃતિક મંત્રાલયે (કલ્ચરલ મિનિસ્ટ્રી) શુક્રવારે ગાયકોની યાદી જાહેર કરી હતી. જેમાં શંકર મહાદેવનથી લઈને મોહિત ચૌહાણ સુધીના નામ સામેલ હતા. હવે મંત્રાલયે શનિવારે ઘટનાઓની તારીખો સાથેની યાદી જાહેર કરી છે. જેમાં જણાવવામાં આવ્યું હતું કે શંકર મહાદેવન પોતાના અવાજના જાદુથી મહાકુંભના સિંગિંગ કાર્યક્રમોની શરૂઆત કરશે. શંકર મહાદેવનનો પહેલો કાર્યક્રમ અહીં 13મી જાન્યુઆરીએ થવા જઈ રહ્યો છે.

બોલિવૂડ સિંગર્સ પણ મહાકુંભમાં પોતાના સૂર રેલાવશે, મંત્રાલયે જારી કરી યાદી hum dekhenge news

શંકર મહાદેવનની સાથે, કૈલાશ ખેર, શાન મુખર્જી, હરિહરન, કવિતા કૃષ્ણમૂર્તિ, કવિતા સેઠ, માલિની અવસ્થી સહિતના ઘણા ગાયકો તેમની ધૂનથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરશે. શનિવારે મંત્રાલયે કહ્યું કે શંકર મહાદેવન પછી રવિ ત્રિપાઠી 25 જાન્યુઆરીએ પોતાના અવાજથી લોકોને મંત્રમુગ્ધ કરશે. આ સાથે 26મી જાન્યુઆરીએ સાધના સરગમ, 27મી જાન્યુઆરીએ શાન અને 31મી જાન્યુઆરીએ રજની અને ગાયત્રીની જોડી જાદુ પાથરશે. ત્યારબાદ તમે 10 ફેબ્રુઆરીએ હરિહરનના ગીતો સાંભળી શકશો. કૈલાશ ખેરનો કાર્યક્રમ 23મી ફેબ્રુઆરીએ યોજાશે. મોહિત ચૌહાણ 24મી ફેબ્રુઆરીએ પોતાના અવાજ સાથે આ સિંગિંગ ઈવેન્ટનું સમાપન કરશે. ત્યારબાદ 27મી ફેબ્રુઆરીએ મહાકુંભ સમાપ્ત થશે.

આ બોલિવૂડ સ્ટાર્સ ભાગ લેશે

ઉલ્લેખનીય છે કે મહાકુંભમાં ફિલ્મ સ્ટાર્સ પણ ભાગ લેવાના છે. જેમાં અમિતાભ બચ્ચન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, અનૂપ જલોટા, રેણુકા સહાણે, આશુતોષ રાણા, રવિ કિશન, મનોજ તિવારી, અક્ષરા સિંહ અને રાખી સાવંત સહિત તમામ બોલિવૂડ સ્ટાર્સ અહીં પહોંચશે. ઉલ્લેખનીય છે કે 13મી જાન્યુઆરીથી શરૂ થનારા આ મહાકુંભમાં 14મી જાન્યુઆરીએ પ્રથમ શાહી સ્નાન થવાનું છે. અહીં મહાકુંભની તૈયારીઓ ઘણા સમયથી ચાલી રહી છે. હજારો સાધુ-સંતોનું અહીં આગમન થઈ ચૂક્યું છે. શહેરભરમાં અખાડાઓ ઉભા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અહીં ભક્તો માટે અદ્ભુત વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ ઉપરાંત અહીં 7 લેયરની સુરક્ષા વ્યવસ્થા સાથે પોલીસ પણ હાજર છે.

આ પણ વાંચોઃ PM નરેન્દ્ર મોદીને મળી મહાકુંભ મેળા-2025નું આમંત્રણ આપતા CM યોગી આદિત્યનાથ

આ પણ વાંચોઃ પ્રયાગરાજમાં મહાકુંભ બાદ આગામી કુંભ મેળો ક્યાં અને ક્યારે ભરાશે?

HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ 

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

Back to top button