તેજસ્વી બાળક પેદા કરવા માટે મહિલા DIGએ વિદ્યાર્થીઓને ટિપ્સ આપતાં વિવાદઃ જુઓ વીડિયો
ભોપાલ, 11 જાન્યુઆરી, 2025: તેજસ્વી બાળક પેદા કરવા શું કરવું જોઇએ? આમ તો આ બાબત સહજ અને સરળ છે. નિષ્ણાતો આ બાબતે વિવિધ મીડિયા દ્વારા નવ પરિણિતા માતાઓને સલાહ આપે છે. પરંતુ હાલ આ મુદ્દો વિવાદનું કેન્દ્ર બન્યો છે કેમ કે, મધ્યપ્રદેશમાં એક મહિલા પોલીસ અધિકારીએ સ્કૂલના એક કાર્યક્રમમાં અન્ય વાતોની સાથે ત્યાં ઉપસ્થિત વિદ્યાર્થીઓને તેજસ્વી બાળક પેદા કરવા માટે શું કરવું જોઈએ તેની ટિપ્સ આપી હતી, જેને કારણે વિવાદ છેડાઈ ગયો છે.
અહેવાલ મુજબ, વાસ્તવમાં છોકરીઓ-સ્ત્રીઓ સાથે થતા અત્યાચાર રોકવા શાળાની વિદ્યાર્થીઓને જાગૃત કરવા માટે યોજાયેલા કાર્યક્રમમાં મહિલા પોલીસ અધિકારી સવિતા સોહાને ત્યાં ઉપસ્થિતિ વિદ્યાર્થિનીઓ તેમજ વિદ્યાર્થીઓને કયા સમયે ગર્ભધારણ ન કરવું અને કયા સમયે ગર્ભધારણ કરવાથી તેજસ્વી બાળકો પેદા થાય છે એની ટિપ્સ આપી હતી. તેમના આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો છે અને કેટલાક લોકો તેનાથી નારાજ છે.
ડીઆઈજી સવિતા સોહાને એવું કહેતાં સંભળાય છે કે, પૂનમની રાત્રે કદી ગર્ભધારણ ન કરવું જોઈએ. ગર્ભધારણ પહેલાં સૂર્યના દર્શન કરવા જોઈએ, સૂર્યની પૂજા કરવી જોઈએ.
જોકે, જાણવા મળે છે કે, મધ્યપ્રદેશના શહડોલનાં ડીઆઈજી સવિતા સોહાનેએ ગયા વર્ષે 4થી ઑક્ટોબરે શહેરની એક ખાનગી સ્કૂલમાં 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓને વક્તવ્ય આપ્યું હતું. કાર્યક્રમનું આયોજન છોકરીઓ અને મહિલાઓ સાથે થતા અત્યાચાર રોકવા માટે ખાસ કરીને વિદ્યાર્થિનીઓએ શું કરવું જોઇએ તેનું માર્ગદર્શન આપવા માટે થયું હતું. પરંતુ એ માર્ગદર્શનની સાથે સાથે તેમણે વિદ્યાર્થિનીઓને સંબોધતાં એવું પણ કહેવાનું શરૂ કરી દીધું હતું કે, તમારા દ્વારા પૃથ્વી ઉપર નવા બાળપણનું અવતરણ થશે, તો એ તમે કેવી રીતે કરશો. તેમણે કહ્યું કે, આ માટે તમારે યોજના બનાવવી જોઈએ. તમારે પૂનમના દિવસે ગર્ભધારણ ન કરવો જોઇએ. તેજસ્વી બાળક માટે સૂર્યની પૂજા કરવી જોઇએ.
તેજસ્વી બાળક પેદા કરવા શું કરવું જોઇએ?
મધ્યપ્રદેશમાં એક મહિલા પોલીસ અધિકારીએ સ્કૂલના એક કાર્યક્રમમાં અન્ય વાતોની સાથે ત્યાં ઉપસ્થિત વિદ્યાર્થીઓને તેજસ્વી બાળક પેદા કરવા માટે શું કરવું જોઈએ તેની ટિપ્સ આપી હતી, જેને કારણે વિવાદ છેડાઈ ગયો છે#Brightchild #MPwomandgp #humdekhengenews pic.twitter.com/FqX6eAGXDh— Hum Dekhenge News (@humdekhengenews) January 11, 2025
વીડિયો વાયરલ થયા બાદ ડીઆઈજી સવિતા સોહાનેએ પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે, તેમને ધર્મગંથો વાંચવા, સાધુ-સંતોનાં પ્રવચન સાંભળવાનું અને પ્રવચન આપવાનું ગમે છે. તેમણે કહ્યું કે, તેઓ “મૈં હું અભિમન્યુ” નામે આયોજિત કાર્યક્રમને સંબોધિત કરી રહ્યાં હતાં, જેનો ઉદ્દેશ સુરક્ષિત વાતાવરણ તૈયાર કરવા અને છોકરીઓ પ્રત્યે સન્માન વધારવાનો હતો.
આ મહિલા પોલીસ અધિકારીએ જણાવ્યું કે, પોતે દર મહિને એક સ્કૂલમાં વ્યાખ્યાન આપે છે. હકીકતે ત્રણ દાયકા પહેલાં તેઓ પોલીસ સેવામાં દાખલ થયાં એ પહેલાં ચાર વર્ષ સુધી સાગર જિલ્લાની એક સરકારી કૉલેજમાં લેક્ચરર તરીકે કામગીરી કરતાં હતાં.
આ પણ વાંચોઃ Video: બેટ દ્વારકામાં મેગા ડિમોલિશનઃ ગેરકાયદે બાંધકામો તોડીને સરકારી જમીન ખુલ્લી કરાવાઈ
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD