Video: બેટ દ્વારકામાં મેગા ડિમોલિશનઃ ગેરકાયદે બાંધકામો તોડીને સરકારી જમીન ખુલ્લી કરાવાઈ
દ્વારકા, 11 જાન્યુઆરી, 2025: બેટ દ્વારકામાં આજે શનિવારે મેગા ડિમોલિશન કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે મોટી સંખ્યામાં બુલડોઝરો દ્વારા ગેરકાયદે બાંધકામો ઉપર કાર્યવાહી કરવામાં આવી રહી છે. અગાઉ ગયા વર્ષે પણ મોટી સંખ્યામાં ગેરકાયદે બાંધકામો તોડી પાડીને જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.
સૌરાષ્ટ્રના દ્વારકા જિલ્લામાં ફરી એકવાર સરકારી બુલડોઝર ફરી વળ્યું છે. બેટ દ્વારકા સહિત અનેક જગ્યાએ ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે. આજે 11 જાન્યુઆરીને શનિવારે વહેલી સવારથી તંત્ર દ્વારા ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ સંદર્ભમાં અગાઉ સરકારી તંત્ર દ્વારા ગેરકાયદે બાંધકામ કરનારાઓનો નોટિસ આપવામાં આવી હતી પરંતુ એ લોકોએ જગ્યા ખાલી ન કરતાં આજે પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે.
View this post on Instagram
મળતા અહેવાલો મુજબ, યાત્રાધામ દ્વારકામાં સરકારી જમીન પર થયેલા ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. કરોડોની જમીન પરના દબાણો દૂર કરવા કાર્યવાહી કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ આ કામગીરી સમયે DYSP સહિતના ઉચ્ચ અધિકારીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
મળતી પ્રાથમિક માહિતી મુજબ, તંત્ર દ્વારા યાત્રાધામ દ્વારકાના આવળપરા વિસ્તાર, રૂપેણ બંદરના શાંતિનગર વિસ્તાર તેમજ બેટ દ્વારકામાં ગેરકાયદે ખડકાયેલાં દબાણો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન હાલ બેટ દ્વારકામાં તમામ ખાનગી વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
बेट द्वारिका देश भर के करोड़ों लोगों की आस्था की भूमि है। कृष्ण भूमि में किसी भी अवैध अतिक्रमण को नहीं होने देंगे। हमारी आस्था और संस्कृति की रक्षा करना हमारी जिम्मेदारी है।
Bhupendra Bhai Patel government in Gujarat has shown zero tolerance for illegal encroachment. pic.twitter.com/gaa8ZBKMoL
— Harsh Sanghavi (@sanghaviharsh) January 11, 2025
આ પણ વાંચોઃ અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ – ૨૦૨૫નો પ્રારંભ કરાવતા CM ભૂપેન્દ્ર પટેલ
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD