સનસનીખેજ: કોચ, ક્લાસમેટ અને પાડોશી સહિત 64 લોકોએ યૌન શોષણ કર્યું, સગીર ખેલાડી પુખ્ત થતાં ભાંડો ફોડ્યો
કેરળ, 11 જાન્યુઆરી 2025: કેરળમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મહિલા ખેલાડીએ પોતાની સાથે થયેલી હેવાનિયતની ઘટનાનો દાવો કર્યો છે.પીડિતાનો આરોપ છે કે 4 વર્ષમાં તેની સાથે 64 લોકોએ યૌન શોષણ કર્યું. 2 મહિના પહેલા જ પીડિતા 18 વર્ષની છે. તેના આરોપથી રાજ્યમાં સનસની ફેલાઈ ગઈ છે. પોલીસે યુવતીના આરોપ પર કેસ નોંધી લીધો છે. આ મામલો કેરલના પથાનામથિટ્ટાનો છે. પોલીસે આ મામલામાં પાંચ સંદિગ્ધોની ધરપકડ પણ કરી છે. છઠ્ઠો આરોપી પહેલાથી જ જેલમાં છે.
પોલીસનું કહેવું છે કે પીડિત છોકરી સગીર હતી અને બે મહિના પહેલા જ તે 18 વર્ષની છે. પથાનામથિટ્ટમની બાળ કલ્યાણ સમિતિના અધ્યક્ષ રાજીવ એને કહ્યું કે, છોકરી પહેલા વાર સ્કૂલ પરામર્શ સત્ર દરમ્યાન યૌન શોષણ વિશે વાત કરી હતી. બાળ કલ્યાણ સમિતિના હસ્તક્ષેપ બાદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરુ કરી છે. પરામર્શદાતાઓએ બાળ કલ્યાણ સમિતિ સાથે સંપર્ક કર્યો છે.
પીડિત છોકરી છે ખેલાડી
ટાઈમ્સ ઓફ ઈંડિયાના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, પીડિત છોકરી એક ખેલાડી છે અને પથાનામથિટ્ટામાં ખેલ શિબિર સહિત વિવિધ જગ્યાએ તેનું યૌન શોષણ કર્યું છે. તેનો આરોપ છે કે કોચ, સહપાઠી અને સ્થાનિક રહેવાસીઓએ તેનું યૌન શોષણ કર્યું. જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનમાં પોસ્કો એક્ટ અંતર્ગત ગુન્હો દાખલ કર્યો છે. પથાનામથિટ્ટમની જિલ્લા પોલીસે આ તમામ કેસની તપાસ પર નજર રાખી રહી છે.
પિતાનો મોબાઈલ કરતી હતી ઉપયોગ
પોલીસે જણાવ્યું કે, પીડિત છોકરી પાસે પોતાનો મોબાઈલ નથી. તે પોતાના પિતાનો મોબાઈલ ફોન વાપરતી હતી. પોલીસે જણાવ્યું કે તેણે આ ફોનમાં તેને હેરાન કરનારા 40 લોકોના નંબર સેવ કરી રાખ્યા હતા. પીડિત છોકરીએ જણાવ્યું કે, તેને સાંભળીને બાળ કલ્યાણ સમિતિના સભ્યો પણ ચોંકી ગયા. શું આ આરોપ સાચા છે, આ જાણવા માટે છોકરીને એક મનોચિકિત્સક પાસે કાઉંસલિંગ સેશન પણ કર્યું છે.
આ પણ વાંચો: લ્યો બોલો! દીકરા માટે શોધેલી કન્યા પિતાને ગમી ગઈ, ઘરમાં પત્નીની જગ્યાએ મા બનીને આવતા યુવક સાધુ બન્યો