હું ડોનાલ્ડ ટ્રમ્પને હરાવી શકતો હતો! જો બાઈડને જણાવ્યું રાષ્ટ્ર પ્રમુખની રેસમાં હટવાનું કારણ
![Text To Speech Text To Speech](https://www.humdekhenge.in/wp-content/themes/jannah/assets/images/play.png)
![Biden](https://www.humdekhenge.in/wp-content/uploads/2024/07/Biden-1.jpg)
વોશિંગ્ટન, 11 જાન્યુઆરી 2025: અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ જો બાઈડન બુધવારે ઓવલ ઓફિસમાંથી પોતાનું વિદાય ભાષણ આપશે. જે શપથ ગ્રહણના પાંચ દિવસ પહેલા હશે. આ ભાષણ 8 વાગ્યે થશે અને આ બાઈડનનું અમેરિકનવાસીઓ અને દુનિયા સાથે વાત કરવાનો છેલ્લો મોકો હશે. આ અગાઉ શુક્રવારે અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ જો બાઈડને પત્રકારો સાથે વાત કરી. વ્હાઈટ હાઉસની કમાન ડોનાલ્ડ ટ્રમ્પને સોંપવાના દસ દિવસ પહેલા જો બાઈડને શુક્રવારે સાર્વજનિક જીવનથી દૂર જવાની ના પાડી દીધી. વ્હાઈટ હાઉસમાં પત્રકારો સાથે વાત કરતા જો બાઈડને કહ્યું કે, હું લોકોની નજરોથી ગાયબ પણ થઈશ નહીં અને દિલોમાંથી દૂર પણ થઈશ નહીં.
પત્રકારોએ બાઈડનને પૂછ્યું કે શું આપ રાષ્ટ્ર પ્રમુખ પદ છોડ્યા બાદ પણ એક્ટિવ રહેવાનો પ્લાન બનાવી રહ્યા છો, આપ બુશ મોડલનું અનુસકરણ કરવા જઈ રહ્યા છો, જ્યાં આપ લોકોની નજરોથી દૂર થઈ જશો? તેનો જવાબ આપતા બાઈડને કહ્યું કે, હું લોકોની નજર કે દિલમાંથી દૂર થવાનો નથી.
હું ટ્રમ્પને હરાવી શકતો હતો
બાઈડનને જ્યારે એક પત્રકારે પૂછ્યું કે રાષ્ટ્ર પ્રમુખ મહોદય, શું આપને ચૂંટણી ન લડવાના નિર્ણય પર અફસોસ છે?શું આપને લાગે છે કે આપ આપના પૂર્વવર્તી ટ્રમ્પને પોતાના ઉત્તરાધિકારી બનાવવાનો આસાન મોકો આપી દીધો? તેના પર બાઈડને કહ્યું કે, મને એવું નથી લાગતું. મને લાગે છે કે હું ટ્રમ્પને હરાવી શકતો હતો. મને લાગે છે કે કમલા હૈરિસ ટ્રમ્પને હરાવી શકતી હતી. તેમણે કહ્યું કે, પાર્ટીને એક કરવી મહત્વની છે અને જ્યારે પાર્ટી આ વાતને લઈને ચિંતિત હતી કે હું આગળ વધી શકીશ કે નહીં, તો મેં વિચાર્યું કે, પાર્ટીને એક કરવાનું વધારે સારુ રહેશે. જો કે મને લાગતું હતું કે, હું ફરીથી જીતી શકતો હતો.
કમલા હૈરિસ ફરીથી રાષ્ટ્ર પ્રમુખની ચૂંટણી લડવામાં સક્ષમ છે
પોતાના સહયોગી કમલા હૈરિસને લઈને જો બાઈડને કહ્યું કે, મને લાગે છે કે આ એક એવો નિર્ણય છે, જેના વિશે તેઓ વિચારી શકે છે. તે ચાર વર્ષ બાદ ફરીથી ચૂંટણી લડવા માટે સક્ષમ છે. આ નિર્ણય તેમને જ લેવો પડશે. જો બાઈડને રેસમાંથી હટ્યા બાદ હૈરિસ ડેમોક્રેટિક પાર્ટી તરફથી રાષ્ટ્ર પ્રમુખ પદના ઉમેદવાર બન્યા હતા. જો કે પાંચ નવેમ્બરે રાષ્ટ્ર પ્રમુખ ચૂંટણીમાં હૈરિસ ટ્રમ્પ સામે હારી ગયા હતા.
આ પણ વાંચો: PM મોદીના અંગત પ્રચારમાં કેન્દ્ર સરકારને વધુ રસ, જાણો કોણે લગાવ્યો આ આરોપ