ગુજરાત: નાના બાળકોના માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો
- દેવગઢબારીયા તાલુકામાં પાંચ વર્ષનું બાળકસિસોટી ગળી ગયુ
- SSGના ઈએનટી વિભાગે બ્રોન્કોસ્કોપી દ્વારા સફળ સર્જરી કરી
- બાળકના ગળામાંથી સિસોટી કાઢતા પરિવારમાં હાશકારો થયો
ગુજરાતમાં નાના બાળકોના માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. જેમાં દાહોદમાં પાંચ વર્ષનું બાળક સિસોટી ગળી ગયું હતુ તેમાં ડોક્ટરોએ સર્જરી કરીને બહાર કાઢી છે.
પાંચ વર્ષનું બાળકસિસોટી ગળી ગયુ
દાહોદ જિલ્લાના દેવગઢબારીયા તાલુકામાં પાંચ વર્ષનું બાળકસિસોટી ગળી ગયુ હોવાની ઘટના સામે આવી હતી. જેમાં સિસોટી બાળકની શ્વાસનળીમાં ફસાઇ જતા પરિવારજનો તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા હતા. વડોદરાની સયાજી હોસ્પિટલમાં બાળકને દાખલ કરાયો હતો. ડોક્ટરે સફળ સર્જરી કરીને બાળકની શ્વાસનળીમાંથી સિસોટી કાઢી હતી.
બાળકના ગળામાંથી સિસોટી કાઢતા પરિવારમાં હાશકારો થયો
દાહોદ જિલ્લાના દેવગઢબારીયા તાલુકામાં પાંચ વર્ષનું બાળક સિસોટી ગળી જતા વડોદરાની SSG હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જેમાં સિસોટી બાળકની શ્વાસનળીમાં ફસાય હોવાનું તબીબોએ જણાવ્યું હતું. પાંચ બાળકની શ્વાસનળીમાં ફસાયેલી સિસોટી નીકળવા માટે SSGના ઈએનટી વિભાગે બ્રોન્કોસ્કોપી દ્વારા સફળ સર્જરી કરી હતી અને બાળકની શ્વાસનળીમાંથી સફળતા પૂર્વક સિસોટી કાઢી હતી. બાળકના ગળામાંથી સિસોટી કાઢતા પરિવારમાં હાશકારો થયો છે.
આ પણ વાંચો: ગુજરાત: શાળા માટે સ્કૂલ બેગ અને અભ્યાસક્રમ અંગે ગાઇડલાઇન જાહેર, પણ અમલ ક્યારે!