ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત કાતિલ ઠંડીની ઝપેટમાં, જાણો કયા કેટલો રહ્યો તાપમાનનો પારો

Text To Speech
  • 3 દિવસ નલિયાનું તાપમાન 7 ડિગ્રીની આસપાસ રહેવાની આગાહી
  • 9 શહેરમાં 10 ડિગ્રીથી નીચું તાપમાન રહ્યું છે
  • ઉત્તર ભારતમાં થયેલી હિમ વર્ષા અને સૂકા ઠંડા પવનની અસર

ગુજરાત કાતિલ ઠંડીની ઝપેટમાં છે. જેમાં વિવિધ વિસ્તારોમાં તાપમાનનો પારો નીચો ગયો છે. તેમજ 9 શહેરમાં 10 ડિગ્રીથી નીચું તાપમાન રહ્યું છે સાથે નલિયા ઠંડુગાર શહેર બન્યુ છે.

છેલ્લા ચાર દિવસથી રાજકોટનું તાપમાન 10 ડિગ્રીથી નીચે જ રહ્યું છે

છેલ્લા ચાર દિવસથી રાજકોટનું તાપમાન 10 ડિગ્રીથી નીચે જ રહ્યું છે. રાજકોટના સરેરાશ મહત્તમ અને સરેરાશ લઘુતમ તાપમાનમાં 24 ડિગ્રી જેવો તફાવત હતો. ગાંધીનગરમાં 9 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાન સામાન્ય કરતાં 1.6 ડિગ્રી નીચું નોંધાયું હતું.

3 દિવસ નલિયાનું તાપમાન 7 ડિગ્રીની આસપાસ રહેવાની આગાહી

રાત્રિના નલિયાના સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં ચાર ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. આગામી 3 દિવસ નલિયાનું તાપમાન 7 ડિગ્રીની આસપાસ રહેવાની હવામાન વિભાગની આગાહી છે. અન્યત્ર જ્યાં 10 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું તેમાં દાહોદ, નર્મદા, રાજકોટ, અમરેલી, ગાંધીનગર, વડોદરા, પોરબંદર, ડીસાનો સમાવેશ થાય છે. રાજકોટમાં 8.3 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 4.2 ડિગ્રીનો ઘટાડો થયો હતો.

ઉત્તર ભારતમાં થયેલી હિમ વર્ષા અને સૂકા ઠંડા પવનની અસર

ઉત્તર ભારતમાં થયેલી હિમ વર્ષા અને સૂકા ઠંડા પવનની અસરને પગલે ગુજરાત કાતિલ ઠંડીની ઝપેટમાં આવી ગયું છે. ગત રાત્રિના 9 શહેરમાં સરેરાશ લઘુતમ તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. જેમાં 5.6 ડિગ્રી સાથે નલિયામાં સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 48 કલાક દરમિયાન સરેરાશ લઘુતમ તાપમાનમાં 3 ડિગ્રી જેટલો વધારો થતાં ઠંડીમાં આંશિક રાહત અનુભવાશે.

Back to top button