પંજાબ: આપના ધારાસભ્યના માથામાં ગોળી વાગતા મૃત્યુ, પોલીસે અકસ્માત ગણાવ્યો
લુધિયાણા, 11. જાન્યુઆરી, 2025: પંજાબના લુધિયાણાથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગુરપ્રીત ગોગીનું માથામાં ગોળી વાગતા મૃત્યુ થઈ ગયું છે. ગોગી લુધિયાણા પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાંથી આપના ધારાસભ્ય હતા. પોલીસના જણાવ્યા અનુસાર, ગોળી વાગ્યા બાદ હોસ્પિટલમાં ડોક્ટર્સે તેમની તપાસ કરી, જે બાદ તેમને મૃત જાહેર કરવામાં આવ્યા.
આ ઘટના શુક્રવાર રાતે 11.30 કલાકે થઈ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, ગોલી ગોગીના માથામાં વાગી હતી. ફાયરનો અવાજ સાંભળતા જ ઘરના લોકોમાં અફરા તફરી મચી ગઈ હતી. જ્યારે પરિવારના લોકોએ રુમમાં જઈને જોયું તો તેઓ લોહીથી લથબથ પડ્યા હતા, જે બાદ પરિવાર તેમને હોસ્પિટલે લઈ ગયો.
લુધિયાણા ડીસીપી જસકરન સિંહ તેજાએ આ અંગે જણાવ્યું હતું કે, પરિવાર અને ઘરમાં હાજર લોકોના જણાવ્યા અનુસાર, ગુરપ્રીત ગોગીને ખુદના એક્સીડેંટલ ફાયરથી માથામાં ગોળી વાળવાથી મૃત્યુ થયું છે. હોસ્પિટલમાં લઈ જતાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા છે. તેમની લાશને ડીએમસી હોસ્પિટલની મોર્ચરીમાં રાખી દીધી છે. શનિવારે તેમની લાશનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.
2022માં આપમાં જોડાયા હતા
ડીસીપી જસકરણ સિંહ તેજાએ જણાવ્યું છે કે, ધારાસભ્યના મૃત્યુ મામલામાં હાલમાં કંઈ પણ કહેવુ ઉતાવળભર્યું હશે. તપાસ ચાલી રહી છે. રિપોર્ટ અનુસાર, 2022માં તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. તેમણે પંજાબમાં વિધાનસભા ચૂંટણી દરમ્યાન લુધિયાણાથી બે વાર પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય ભારત ભૂષણ આશુને હરાવ્યા હતા.
આ પણ વાંચો: BJP ની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ, જાણો શું ચર્ચા થઈ