કુમાર વિશ્વાસ અને મનોજ મુંતશિર વચ્ચે આગળ વધી તુતુ-મૈંમૈં, જાણો કોણે શું કહ્યું?
નવી દિલ્હી, તા.10 જાન્યુઆરી, 2025: કવિ કુમાર વિશ્વાસ ઘણા સમયથી તેના નિવેદનને લઈ સમાચારમાં છે. પહેલા સોનાક્ષી સિન્હા, બાદમાં તૈમૂર દ્વારા સૈફ અને કરીના પર નિશાન સાધ્યું હતું. આ પછી હવે તેણે ગીતકાર મુંતશિર પર પ્રહાર કર્યા છે. જેના જવાબમાં ગીતકારે પર જોરદાર પલટવાર કર્યો હતો અને કુમાર વિશ્વાસને નફરતી ચિંટુ ગણાવ્યો હતો. ઉપરાંત એમ પણ કહ્યું કે, જો મારા કારણે કોઈની રોજી રોટી જતી રહે તો જતા રહેવા દો.
એક મીડિયા સંસ્થાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કુમાર વિશ્વાસની ક્લિપ શેર કરવામાં આવી હતી. જેમાં કવિ મનોજ મુંતશિર દ્વારા લખવામાં આવેલા આદિપુરુષ ફિલ્મના ગીતને લઈ તેના પર નિશાન સાધી રહ્યા છે. કુમાર વિશ્વાસ કહે છે કે, કેટલા મૂર્ખ છો, હનુમાનજી પાસેથી કેવી ભાષા બોલાવી અને ટીવી પર ડિબેટમાં તેઓ કહે છે કે ભક્ત હતા, ભગવાન નહીં. મારા ભાઈ રામને કંઈ પણ કહેવાથી બચી જવાશે પરંતુ આમને કઈં કહેશો તો રામ પણ બચાવી નહીં શકે. તમે ટપોરી જેવી ભાષા વાપરી અને પછી કહો છો કે માફી આપો. હનુમાનજીની યાત્રા પ્રતીક શાસ્ત્ર છે.
કુમાર વિશ્વાસ પર પલટવાર કરતાં મનોજ મુંતશિરે કહ્યું, અરે ભાઈ! મારા કારણે કોઈને રોજી-રોટી ચાલતી હોય તો ચાલવા દો. બજરંગબલીની કૃપા છે, જેમણે મને આ લાયક બનાવ્યો છે. આ બધું છોડો અને મેં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાના એક વર્ષ થવા પર લખ્યું છે તે ગીત બતાવો. પ્રેમ વહેંચો, શ્રી રામને બતાવો, નફરતી ચિંટુઓને તમારી ચેનલ પર કેમ સ્થાન આપી રહ્યા છો. જય શ્રી રામ.
કુમાર વિશ્વાસ પર આ પહેલા બાબા રામદેવની ઠેકડી કરવાનો પણ આરોપ છે. રામદેવે કુમાર વિશ્વાસના નિવેદન પર કહ્યું હતું કે તે કવિ છે, બે-ચાર વાતો બહાર નહીં કાઢે તો તેમનો ધંધો કેવી રીતે ચાલશે. કેટલાક કોમેડી, કવિતા કરનારાનું અમારાથી ભલું થતું હોય તો ધન્યવાદ.
આ પણ વાંચોઃ Video: લાઇવ મેચમાં બની વિચિત્ર ઘટના, બેટના બે ટુકડા થયા બાદ માથામાં વાગ્યું