ટ્રેન્ડિંગવીડિયો સ્ટોરીસ્પોર્ટસ

Video: લાઇવ મેચમાં બની વિચિત્ર ઘટના, બેટના બે ટુકડા થયા બાદ માથામાં વાગ્યું

Text To Speech

સિડની, તા.10 જાન્યુઆરી, 2025ઃ ઑસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી બિગ બેશ લીગ 2024-25 ની 29મી મેચમાં એક વિચિત્ર ઘટના બની હતી. સિડની થંડર ટીમની કેપ્ટનશીપ કરી રહેલા ડેવિડ વોર્નરના બેટના બે ટુકડા થઈ ગયા હતા. જેને લઈ સ્ટેડિયમમાં હાજર ફેન્સની સહિત વોર્નરને પણ દંગ રહી ગયો હતો. સિડની થન્ડર અને હોબાર્ટ હરિકેન વચ્ચેની મેચ હોબાર્ટ ગ્રાઉન્ડ પર રમાઈ હતી. જેમાં સિડની થન્ડરે પહેલા બેટિંગ કરીને 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 164 રન બનાવ્યા હતા.

વોર્નરનું બેટ તૂટીને માથા પર પડ્યું

સિડની થન્ડર ઇનિંગ્સની ચોથી ઓવરના પ્રથમ બોલ જે રિલે મેરેડિથ દ્વારા ફેંકવામાં આવ્યો હતો. વોર્નરે મિડ-ઓફ તરફ શોટ રમવાનો પ્રયાસ કર્યો. જે બોલ સીધો ફિલ્ડર પાસે ગયો. આ સમય દરમિયાન વોર્નરે બેટને ખૂબ જ જોરથી ઘુમાવ્યું હતું. જેના પર બોલ વાગતાં જ બે ટુકડા થઈ ગયા હતા અને વોર્નરના માથામાં પણ વાગ્યું હતું. જ્યારે વોર્નરને બેટ માથા પર વાગ્યું ત્યારે તે પણ ચોંકી ગયો હતો. જોકે, બેટ બદલાયા બાદ વોર્નરે પોતાની ઈનિંગની ગતિ ધીમી ન થવા દીધી અને અંતે અણનમ પેવેલિયન પરત ફર્યા હતા. ડેવિડ વોર્નરે પોતાની અણનમ 88 રનની ઇનિંગ્સમાં કુલ 7 ચોગ્ગા ફટકાર્યા હતા, જેમાં તેનો સ્ટ્રાઇક રેટ 133.33 હતો.

BBLની આ સીઝનમાં અત્યાર સુધી વોર્નરનો કેવો રહ્યો છે દેખાવ

ડેવિડ વોર્નરે વર્ષ 2024 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ સ્વરૂપોમાંથી નિવૃત્તિ લીધી હતી, ત્યારબાદ તે સતત ફ્રેન્ચાઇઝી લીગમાં રમવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે. વોર્નર બીબીએલની વર્તમાન સીઝનમાં શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. તેણે 7 મેચમાં 63.20 ની સરેરાશથી કુલ 316 રન બનાવ્યા છે, જેમાં તેના બેટથી ત્રણ અડધી સદી પણ સામેલ છે.

આ પણ વાંચોઃ ચાઇનીઝ દોરી કે તુક્કલના વેચાણની માહિતી મળે તો તરત જ આ નંબર કરો ડાયલ

Back to top button