ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

મકાઈ ખાતી વખતે ફેંકી દેવાતા રેસા આટલા ફાયદાકારક એવું કદી વિચાર્યુ છે?

  • મકાઈના જે રેસાને આપણે બેકાર સમજીને ફેંકી દઈએ છીએ તેને કોર્ન સિલ્ક કહેવાય છે, તેના અઢળક ફાયદા કદાચ આપણે નહીં જાણતા હોઈએ

HD ન્યુઝ ડેસ્કઃ મોટાભાગના લોકોને મકાઈનો સ્વાદ ગમે છે. મકાઈ ખાવાના ઘણા ફાયદા પણ છે, પરંતુ મકાઈ પર ઉગતા રેશમ જેવા ઝીણા તાંતણાને ઉખાડીને ફેંકી દેવામાં આવે છે. શું તમે જાણો છો કે મકાઈમાંથી નીકળતા આ રેસાને કોર્ન સિલ્ક તરીકે ઓળખવામાં આવે છે. અને તે અઢળક ગુણકારી છે. તો હવે જ્યારે તમે મકાઈ ખાવ ત્યારે કોર્ન સિલ્કને ફેંકવાના બદલે રાખી દેજો. જાણો તેને ખાવાના ફાયદા.

કોર્ન સિલ્ક ખાવાના ફાયદા

મકાઈ પરના પાતળા, બારીક, સિલ્ક જેવા રેસા ખાવાથી ઘણા આરોગ્ય લાભ થાય છે. આ રેશાને કોર્ન સિલ્ક કહેવામાં આવે છે.

મકાઈ ખાતી વખતે ફેંકી દેવાતા રેસા આટલા ફાયદાકારક એવું કદી વિચાર્યુ છે? hum dekhenge news

કોર્ન સિલ્ક યુરિન ઈન્ફેક્શનથી બચાવે છે

કોર્ન સિલ્ક વોટર પીવાથી યૂરિનરી સિસ્ટમને યોગ્ય કરવામાં મદદ મળે છે. કોર્ન સિલ્કનો અર્ક પીવાથી યૂરિનની તકલીફ ઓછી થાય છે. યૂરિનમાં બેક્ટેરિયા વધવાની શક્યતા ઘટાડે છે યૂરિન ઈન્ફેક્શનને ઘટાડે છે. એક રિપોર્ટ અનુસાર, જો કોઈને યુરિનરી બ્લેડર ઈન્ફેક્શનની સમસ્યા હોય તો કોર્ન સિલ્કનું પાણી પીવું ફાયદાકારક છે. કોર્ન સિલ્ક વોટર પીવાથી બ્લેડર મજબૂત થાય છે. કિડની સ્ટોનની સમસ્યામાં કોર્ન સિલ્ક ટી પીવી ફાયદાકારક છે.

બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે

કોર્ન સિલ્કની ડ્યૂરેટિક પ્રોપર્ટીઝ બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે. જો કે, જે લોકો બ્લડ પ્રેશર ઓછું કરવા માટે દવાઓ લે છે તેમણે કોર્ન સિલ્ક ટી ન પીવી જોઈએ. નહિંતર, બ્લડ પ્રેશર ખૂબ ઓછું થવાની સંભાવના છે, કારણ કે આ ચા પીવાથી પોટેશિયમ ઓછું થવાનું જોખમ રહેલું છે.

સોજો ઘટાડવામાં મદદ કરે છે

કોર્ન સિલ્કના સોનેરી રંગમાં જ એન્ટીઑકિસડન્ટ હોય છે. જે શરીરમાં સોજાને દૂર રાખવામાં મદદ કરે છે. જે ડાયાબિટીસ અને કેન્સર જેવી બીમારીઓને દૂર રાખવામાં મદદ કરે છે.

કોર્ન સિલ્ક ટી એન્ટીએજિંગ તરીકે કામ કરે છે

કોર્ન સિલ્કમાં એન્ટીઓક્સિડન્ટની માત્રા એટલી બધી હોય છે કે તે એન્ટી એજિંગ જેવું કામ કરે છે.

બ્લડ સુગરને વધતી અટકાવે છે

કોર્ન સિલ્કનો અર્ક પીવાથી શરીરમાં સ્ટાર્ચનું શોષણ ધીમું થઈ જાય છે. જેના કારણે બ્લડ શુગર લેવલ અચાનક વધતું નથી અને ડાયાબિટીસમાં બ્લડ શુગર લેવલ વધવાનું જોખમ ઘટી જાય છે.

ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે

કોર્ન સિલ્ક સારા કોલેસ્ટ્રોલને વધારીને ટ્રાઈગ્લિસરાઈડ્સ અને લો ડેન્સિટી લિપોપ્રોટીનને ઘટાડે છે. મતલબ કે કોર્ન સિલ્ક ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદરૂપ છે. જે હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવા જોખમોને ઘટાડવામાં મદદ કરે છે.

આ પણ વાંચોઃ Upcoming IPO/ રોકાણકારો માટે ખુશ ખબર, આ IPO 15 જાન્યુઆરીએ ખુલશે, જુઓ વિગત

આ પણ વાંચોઃ વધતા કોલેસ્ટ્રોલને કન્ટ્રોલ કરશે આ તેલ, હાર્ટ હેલ્થ પણ સુધારશે

HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ 

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

Back to top button